આગામી 1 જુનથી ભારે વરસાદની શક્યતા

રાજુલા,
ઓણ સાલ એક જુનથી પહેલા પખવાડીયામાં તા.2-3-4 5-6-7-8-9-10-11 અને 14-15 સુધી મુશળધાર વરસાદ પડશે તા.16 ના જેઠ મહિનાના છેલ્લા પખવાડીયાથી તા.17-18-19-20 મુશળધાર વરસાદ પડશે એ જ રીતે તા.7 જુલાઇ અષાઢ મહિનાના પહેલા પખવાડીયાથી તા.8 થી 12 સુધી અને જુલાઇના છેલ્લા પખવાડીયાના તા.27 થી 30 સુધી મુશળધાર વરસાદ પડશે વિજળી રોહીણી નક્ષત્ર જબકી એટલે ગોત્રુ કાઢયુ એટલે આ વખતે વરસાદ મોડો થશે રોહીણી નક્ષત્રનાં દિવસ પુરા થશે ત્યારે વરસાદ થશે આ વખતે દુષ્કાળ નહી પડે પશુ પ્રાણીઓને સાચવજો તેમ શ્રી કારાભાઇ ભુરાભાઇ આહિર હડમતીયા તા.ધોરાજીવાળાએ વરતારો આપ્યો છે અત્રે ઉલ્લેખનીય છે તા.29 જુન 2012 માં વરસાદની આગાહી કરી હતી અને તે સમયે સરકારે દુષ્કાળ જાહેર કર્યો હતો છતા પણ વરસાદ સતત 19 દિવસ વરસ્યો હતો અને પશુઓ બચી ગયા હતા.