સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ૧૭૪મો પાટોત્સવ ઉજવાયો. આચાર્ય મહારાજે ખાસ હાજર રહીને હનુમાનજી દાદાની પૂજા વિધિ સાથે દાદાની છડીનો અભિષેક કર્યો હતો. સાથે સંતો સહિત મોટી સંખ્યામાં હરિ ભક્તો હાજર રહૃાાં હતાં. બોટાદ જિલ્લાનું વિશ્ર્વ વિખ્યાત સાળંગપુર ધામ ખાતે ૧૭૪મો પાટોત્સવ ઉજવાયો. આજથી ૧૭૪ વર્ષ પહેલાં આજ દિવસે ગુરુ ગોપાલાનંદ સ્વામીએ હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. એટલે સાળંગપુર હનુમાનજી દાદાનો જન્મદિવસ પણ કહી શકાય. ત્યારે આવા પ્રવિત્ર દિવસે હનુમાનજી દાદાની પૂજા વિધિ આચાર્ય રાકેશપ્રસાદજીના હસ્તે કરવામાં આવી હતી. આચાર્ય દ્રારા હનુમાનજી દાદાની મૂર્તિના અભિષેક સાથે દાદાની છડીનો પણ અભિષેક કર્યો હતો. દાદાની પૂજા વિધિ બાદ હનુમાનજી દાદાના જીવન પર સભા સાથે આજના પવિત્ર દિવસને લઈ ખૂબ મોટી સંખ્યામાં સંતો અને હરિ ભક્તો દ્રારા દાદાના દર્શન કરી ધન્યતા અનુભવાઈ હતી.