આજથી દર્શનાર્થીઓ માટે તુલસીશ્યામ ધામના દરવાજા ખુલ્યાં

રાજુલા,
તુલસીશ્યામ તીર્થધામમાં ભગવાન શ્યામનાં દર્શન માટે તારીખ 19 ઓક્ટોબર ને સોમવારથી મંદિર ખોલવામાં આવશે. દર્શન માટે નો સમય સવારનાં નવ કલાકથી સાંજના છ વાગ્યા સુધીનો રહેશે. કોરોના મહામારીનાં કારણે દર્શનાર્થીઓ આવે ત્યારે સરકારશ્રીએ દ્વારા જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરે એવો મંદિર ટ્રસ્ટનો અનુરોધ છે. વર્તમાન સ્થિતિમાં કોરોનાનાં કારણે જગ્યાનું ભોજનાલય અને રહેવાની વ્યવસ્થા સદંતર બંધ રાખેલ છે, જેની સહુ ભાવિકોએ નોંધ લેવી. શ્યામ સેવકો અને દર્શનાર્થીઓએ પૂરતો સહકાર આપવા શ્રી પ્રતાપભાઇ વરૂ, ડો. બી.બી.વરૂ તથા તુલશીશ્યામ મંદિર ટ્રસ્ટ તરફથી વિનંતી કરવામાં આવે છે.