આજનું પંચાગ – આપની આજ : મેષ, વૃષભ, વૃશ્ચિક અને ધન રાશિએ વિશેષ કાળજી રાખવી પડે

મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મિથુન (ક,છ,ઘ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,દિવસ શુભ રહે.
કર્ક (ડ,હ) :સંતાન અંગે સારું રહે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઇ શકો.
સિંહ (મ,ટ) : નવી વસ્તુની ખરીદી થાય,સુખ સગવડ પ્રાપ્ત થાય.
કન્યા (પ ,ઠ,ણ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
તુલા (ર,ત) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવક જાવક સમજીને કરવા .
વૃશ્ચિક (ન,ય) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): વાદ-વિવાદ થી દૂર રહેવું,અંગત સાથે મતભેદ નિવારવા પડે.
મકર (ખ,જ) : આકસ્મિત લાભ થાય,મુશ્કેલી માં આશાનું કિરણ દેખાય.
કુંભ (ગ ,સ,શ) :નોકરિયાતવર્ગને સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મીન (દ,ચ,ઝ,થ): નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથ માં આવે.

આજરોજ શનિવાર ને અમાવાસ્યા છે તેથી શનિ અમાવાસ્યા બને છે અને સાથે સાથે ખગ્રાસ સૂર્ય ગ્રહણ પણ થઇ રહ્યું છે જે ભારતમાં દેખાવાનું નથી. આ ગ્રહણ વૃશ્ચિક રાશિ અને જ્યેષ્ઠા નક્ષત્રમાં થઇ રહ્યું છે. શનિ અમાવાસ્યાના દિવસે ખગ્રાસ સૂર્ય ગ્રહણ થઇ રહ્યું છે વળી ઘણા ગ્રહ આ ખગ્રાસ સૂર્ય ગ્રહણની અસરમાં છે તેથી આ ગ્રહણનું મહત્વ વિશેષ બની જાય છે. ભારતીય સમય અનુસાર ગ્રહણ સ્પર્શ સવારે 10 કલાક 59 મિનિટ ગ્રહણ સંમિલન 12 કલાક 30 મિનિટ, ગ્રહણ મધ્ય 13 કલાક 3 મિનિટ અને ગ્રહણ મોક્ષ 15 કલાક 7 મિનિટ થશે. આ ખગ્રાસ સૂર્યગ્રહણના સમયે સૂર્ય અને ચંદ્ર ઉપરાંત બુધ અને કેતુ વૃશ્ચિક રાશિમાં હશે અને રાહુ મહારાજ વૃષભ રાશિમાં રહેશે. આ સિવાય મંગળ તુલા રાશિમાં અને શુક્ર ધનુ રાશિમાં રહેશે. શનિ મહારાજ પોતાની રાશિ મકર રાશિમાં બિરાજમાન થશે અને દેવ ગુરુ બૃહસ્પતિ કુંભ રાશિમાં જોવા મળશે. 2021નું છેલ્લું ખગ્રાસ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેથી પાળવાનું રહેતું નથી. પરંતુ આ વિશિષ્ઠ સંયોગમાં આવતું ગ્રહણ દેશ અને દુનિયા પર વિવિધ રીતે અસર કરતું જોવા મળશે અને અગાઉ લખ્યા મુજબ મહામારી સામે હજી આપણે વધુ સાવધાન રહેવાની જરૂર રહેશે. આ ગ્રહણની વિશેષ અસરો 30-4-2022 ના આવી રહેલા ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ સુધી રહેશે. રાશિવાર જોઈએ તો મેષ, વૃષભ, વૃશ્ચિક અને ધન રાશિએ વિશેષ કાળજી રાખવી પડે જયારે મિથુન,કન્યા,મકર અને કુંભના જાતકો માટે આ ગ્રહણ સારું રહેશે કર્ક,સિંહ,તુલા અને મીન રાશિ માટે આ ગ્રહણ મધ્યમ રહેશે.

  • રોહિત જીવાણી