આજનું ભારત, મહાત્મા ગાંધીનું ભારત નથી રહૃાું: ફારુક અબ્દૃુલ્લા

  • ભારતની વર્તમાન સરકાર ભરોસાપાત્ર રહી નથી

    જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ ૩૭૦ને નાબૂદ કરવાના કેન્દ્ર સરકારના ઐતિહાસિક નિર્ણય પછી અહીંના તમામ નેતાઓને દૃેખરેખ હેઠળ લેવામાં આવ્યા હતા. તાજેતરમાં નજરકેદમાંથી મુક્ત થયેલા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેસના નેતા ફારુક અબ્દૃુલ્લાએ આ મુદ્દે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરવાના નિર્ણય અંગે કોઇ સંકેત આપ્યા ન હતા. ફારુક અબ્દૃુલ્લાનું કહેવુ હતું કે હવે કોઇપણ ભારતની વર્તમાન સરકાર પર ભરોસો કરી શકશે નહીં. એક દિવસ પણ જતો નથી જ્યારે તેઓ જૂઠ્ઠુ ન બોલતા હોય.
    ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઓગષ્ટમાં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા આર્ટીકલ ૩૭૦ને નાબૂદ કરી રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદૃેશોમાં વહેંચી દીધુ હતું.
    ફારુક અબ્દૃુલ્લાનું કહેવુ હતું કે મોદી સરકાર તરફથી આ પ્રકારના નિર્ણયની આશા ન હતી. તેમનું કહેવુ હતું કે નિર્ણય લાગુ કર્યાના એક દિવસ પહેલા તેઓ પીએમ મોદીને મળ્યા હતા, પરંતુ વડાપ્રધાને તેમને આ અંગે કોઇ સંકેત આપ્યા ન હતા.