આજનું રાશિફળ : આગામી દિવસોમાં પણ અદાલત આમ જ કડક ચુકાદાઓ આપશે તેવા સંકેત

મેષ (અ,લ,ઈ) : સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.
કર્ક (ડ,હ) : આર્થિક આયોજન કરી શકો,મનોમંથન કરી શકો.
સિંહ (મ,ટ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.
તુલા (ર,ત) : તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .
મકર (ખ,જ) : વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ .
કુંભ (ગ ,સ,શ) :આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો.
મીન (દ,ચ,ઝ,થ): હિતશત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.

આજરોજ ગુરૃવારને આમલકી એકાદશી છે. દંડનાયક શનિ મહારાજની ગુરુ અને પ્લુટો સાથે ની યુતિ વચ્ચે અદાલતો આરોપીને નશ્યત થાય તેવા કડક ચુકાદાઓ આપી રહી છે. જનાક્રોશ વચ્ચે નિકિતા તોમર કેઈસમાં તૌસીફ અને રેહાનને દોષી ઘોસિત કરાયા છે તો આગામી દિવસોમાં પણ અદાલત આમ જ કડક ચુકાદાઓ આપશે તેવા સંકેત ગ્રહો આપી રહ્યા છે તો બીજી તરફ શનિની સૂર્ય પરની દ્રષ્ટિના કારણે અનેક રાજ્યોમાં સત્તા પર બિરાજમાન લોકો હાલકડોલક થઇ રહ્યા છે. મંગળ અને રાહુ જેમ જેમ અંશાત્મક રીતે નજીક આવી રહ્યા છે તેમ તેમ મહામારીના કેઇસની સંખ્યા વધી રહી છે જે વિષે અમો અગાઉ અત્રે જણાવી ચુક્યા છીએ. મંગળ અને રાહુના છુટા પડ્યા બાદ આ ગ્રાફ નીચે જતો જોવા મળશે. ગયા અઠવાડિયે અત્રે લખ્યા મુજબ સરકાર એક પછી એક મહત્વના નિર્ણયો જાહેર કરી રહી છે જે આગામી દિવસોમાં સારા પરિણામ લાવનાર બનશે. હાલના ગોચરમાં વધુ સાવધાની પૂર્વક ચાલવામાં આવે તે જ શ્રેયસ્કર બની રહેશે.