આજનું રાશિફળ : આગામી વર્ષમાં મુદ્રાસ્થિતિમાં ઘણા ફેરફાર જોવા મળે વળી શેર બજારમાં ઉતાર ચડાવ સીમાચિહન રૂપ બને

મેષ (અ,લ,ઈ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો,આનંદ દાયક દિવસ.
કર્ક (ડ,હ) : નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે,દિવસ એકંદરે સારો રહે.
સિંહ (મ,ટ) : નવા લોકો સાથે મળવાનું બને,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : પરિવાર સાથે સમય વિતાવી શકો,આનંદ માણી શકો ,શુભ દિન.
તુલા (ર,ત) : તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય,કામ માં સફળતા મળે.
વૃશ્ચિક (ન ,ય ) : મનોમંથન કરી શકો,પોઝિટિવ વિચારો થી લાભ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા અંદરૂની મામલા નિપટાવી શકો,દિવસ સફળ રહે.
મકર (ખ ,જ ) : કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે,વાણી માં સંયમ રાખવો.
કુંભ (ગ ,સ,શ ) : વિદ્યાર્થીવર્ગને સારું રહે,ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): કોર્ટ કચેરીમાં રાહત મળે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

2020ના અંતિમ દિવસોમાં અંકશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો 2020 પર રાહુનો અમલ હતો જયારે 2021 પર બુધનો અમલ રહેશે. રાહુની માયાજાળ આપણને 2020માં બધી રીતે જોવા મળી હવે 2021 શરુ થતા સાથે જ બુધને લગતી બાબતો આ વર્ષમાં હાવી રહેતી જોવા મળશે. બુધનો અમલ વેપાર, વાણિજ્ય, બેન્ક,મુદ્રા,શેર બજાર, કોર્પોરેટ જગત, લોજીક,નવી શોધ,કુમાર અવસ્થા વિગેરે સાથે છે માટે આગામી વર્ષમાં મુદ્રાસ્થિતિમાં ઘણા ફેરફાર જોવા મળે વળી શેર બજારમાં ઉતાર ચડાવ સીમાચિહન રૂપ બને. રિસર્વબેંક આ વર્ષમાં અનેક મહત્વના નિર્ણયો લે વળી બીટ કોઇન જેવી આભાસી મુદ્રાઓ ચર્ચામાં રહે અને લોકો તેનો મહત્તમ ઉપયોગ કરતા જોવા મળે. વ્યવહારની અંદર ઈ બેન્કિંગ વધતું જોવા મળે. કોર્પોરેટ જગતની કામ કરવાની પદ્ધતિ બદલાય વળી વીમા કંપની પણ તેના માળખામાં ઘણા ફેરફાર કરતી જોવા મળશે તો બેંકો પણ પોતાની કાર્યશૈલી બદલતી જોવા મળશે તથા મોટા મર્જ થતા જોવા મળશે.ટૂંકમાં કહીએ તો 2021 એ અર્થકારણનું વર્ષ બનશે જેનો પ્રભાવ રાજનીતિ થી લઈને સીને જગત સુધી જોવા મળશે.