આજનું રાશિફળ : આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નવા સમીકરણો રચાતા જોવા મળશે

મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો.
મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,પ્રગતિકારક દીવસ રહે.
કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.
સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય.
તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે.
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,દિવસ આનંદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે.
મીન (દ,ચ,ઝ,થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે.

આજરોજ સંકષ્ટ ચતુર્થી છે. ગોચર ગ્રહોમાં હાલ મંગળ,બુધ,ગુરુ,શનિ અને સૂર્ય પાંચ ગ્રહો સ્વગૃહી ચાલી રહ્યા છે. ગુરુ,કેતુ અને પ્લુટોની યુતિ આંતરરાષ્ટ્રીય સ્તરે કૂટનીતિની નવી શરૂઆત કરી રહ્યું છે. ચીન સાથે બધા સ્તરની વાતચિત ચાલુ છે પરંતુ હજુ સમય ભારેલા અગ્નિ જેવો ગણી શકાય. સેનાપતિ મંગળ મહારાજ મેષમાં સ્વગૃહી હોવા થી સેનાને તમામ રીતે મજબૂત કરનાર છે અને કોઈ પણ મુશ્કેલીનો સામનો ભારતીય સેના કરી શકે તેવી સ્થિતિ છે જો કે છળ કપટમાં માહિર ચીન અલગ અલગ રસ્તાઓ થી આપણું મનોબળ તોડવા પ્રયત્ન કરે અને પોતાની તાકાત બતાવવા પ્રયત્ન કરે પરંતુ ભારત તેને ભરી પીવાની તાકાત ધરાવે છે, વળી 23 સપ્ટેમ્બરથી ફરી રહેલા રાહુ અને કેતુ ભારતીય વિદેશનીતિમાં પણ ધરમૂળ થી ફેરફાર લાવનાર બનશે તથા ભારત સરકાર કડક પગલાં ભરતી જોવા મળશે. આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સંબંધોમાં નવા સમીકરણો રચાતા જોવા મળશે.