આજનું રાશિફળ : આપણા બીજા હિતો કરતા દેશની સુરક્ષા વધારે મહત્વની છે

મેષ (અ,લ,ઈ) : વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ આનંદદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) :  ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ)       : તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
સિંહ (મ,ટ) :  કામકાજ માં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે.
તુલા (ર,ત) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) :  સ્ત્રી વર્ગ નેમધ્યમ  રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.
મકર (ખ,જ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કુંભ (ગ ,સ,શ) :જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મીન (દ,ચ,ઝ,થ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.

અગાઉ લખ્યા મુજબ જેમ જેમ મંગળ અને રાહુ નજીક આવી રહ્યા છે મહામારીના કેઈસીસ ની સંખ્યા વધી રહી છે. મંગળ રાહુ ની યુતિ વચ્ચે ફરી આતંકીઓએ શ્રીનગરમાં સીઆરપીએફ ટિમ પર હુમલો કર્યો છે. મંગળ અને રાહુની કાવતરા ભરેલી રાજનીતિ વચ્ચે રશિયામાં અફઘાનિસ્તાનમાં શાંતિ કેમ લાવવી તે ચર્ચા ચાલી રહી છે પરંતુ પ્રયત્નપૂર્વક ભારતને આ મંચથી દૂર રાખવામાં આવ્યું છે. આ મંચ પર જયારે રશિયા અમેરિકા,ઈરાન,ચીન અને પાકિસ્તાન તાલિબાન સાથે બેઠા છે ત્યારે ભારતને આ પ્રક્રિયાથી દૂર રાખવું એ આ ઉપખંડમાં અસંતુલન ઉભું કરવા સમાન છે. ૧૪ એપ્રિલ સુધી હજુ આ પ્રકારના કાવતરાઓ ચાલશે પરંતુ ઘરઆંગણે અને વૈશ્વિક રીતે તેનો પર્દાફાશ થવો નક્કી છે. મહારાષ્ટ્રમાં અંબાણીના ઘર પાસે પકડાયેલ વિસ્ફોટક ભરેલી કારથી લઈને તેના આંતરરાષ્ટ્રીય તાર પણ જલ્દી સામે આવશે જે વિષે હું અગાઉ પણ લખી ચુક્યો છું. અત્રે એ ના ભૂલવું જોઈએ કે આપણા બીજા હિતો કરતા દેશની સુરક્ષા વધારે મહત્વની છે.