આજનું રાશિફળ : આપણા શાસ્ત્રોમાં પરકાયા પ્રવેશના અનેક ઉદાહરણ જોવા મળે છે

મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.
વૃષભ (બ,વ,ઉ) : મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.
કર્ક (ડ,હ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ) : તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.
તુલા (ર,ત) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): વિવાનહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે.
મકર (ખ,જ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો.

ષિકાળથી ભારતીય દર્શનશાસ્ત્ર સૂક્ષ્મ શરીરની વિરાટ તાકાતને ઓળખે છે. સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીરને યોગ શાસ્ત્રના માર્ગે બરાબર સમજી શકાય છે તથા તે પછી ન દેખાતા એવા સૂક્ષ્મ શરીર દ્વારા કામ પણ લઇ શકાય છે. હીલિંગ માં સૂક્ષ્મ શરીરથી અન્ય લોકોને સારા વાઈબ્રેશન્સ પણ મોકલી શકાય છે વળી સૂક્ષ્મ શરીરને જાણી લીધા પછી વ્યક્તિ પોતાના સ્થૂળ શરીરમાંથી બહાર આવી પોતાના જ શરીરને જોઈ શકે છે વળી અંતરિક્ષમાં ગતિ પણ કરી શકે છે અને તેનાથી પણ આગળ કેટલીક સિદ્ધ હસ્તીઓ પરકાયા પ્રવેશ પણ કરી શકે છે. આપણા શાસ્ત્રોમાં પરકાયા પ્રવેશના અનેક ઉદાહરણ જોવા મળે છે. શાસ્ત્રથી લઈને આજ સુધી અનેક સિદ્ધ વ્યક્તિઓ પરકાયા પ્રવેશના સફળ ઉદાહરણ આપી ચુક્યા છે. મારા વર્ષોના અનુભવે મેં જોયું છે કે જયારે કુંડળીમાં 8મુ સ્થાન અને 12મુ સ્થાન મજબૂત બનતા હોય તથા તેમાં પ્રેરણાભાવ વધુ ભરેલો હોય તો તેવી વ્યક્તિ અન્યના મસ્તિસ્કમાં જઈને તેના વિચાર પણ વાંચી શકે છે.