મેષ (અ,લ,ઈ) : આવક કરતા જાવક વધીને જાય તે જોવું,આર્થિક હિસાબ રાખવો.
વૃષભ (બ,વ,ઉ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ.
કર્ક (ડ,હ) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
સિંહ (મ,ટ) : મનોમંથન કરી શકો,તમારી અંદર છુપાયેલી શક્તિ ઓળખી શકો.
કન્યા (પ,ઠ,ણ) : ભાગીદારી માં વ્યવસાય હોય તો લાભ થાય,આનંદદાયક દિવસ .
તુલા (ર,ત) : તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં ધ્યાન રાખવું.
વૃશ્ચિક (ન,ય) : સંતાન અંગે ચિંતા રહે,પરિસ્થિતિ માં ધીમો સુધારો જણાય.
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,આગળ વધી શકો.
મકર (ખ,જ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
કુંભ (ગ,સ,શ ) : તમારા વાણી વર્તન થી લોકોમાં તમારી છાપ ઉપસાવી શકો.
મીન (દ,ચ,ઝ,થ): ધાર્યા કામ પુરા કરી શકો,દૈવી સહાય મળે,શુભ દિન.
પિતૃપક્ષ એટલેક શ્રાદ્ધ પક્ષ આગળ વધતો જાય છે,આપણી સંસ્કૃતિ મૃત્યુ પછીના જીવન પર પણ પ્રકાશ પાડનારી છે અને તેમાં જિનેટિક સાયન્સનો અદભુત સમન્વય જોવા મળે છે માટે જ કોઈ પણ વ્યક્તિ તેના વડીલો અને સંતાનો વચ્ચેની કડીરૂપ હોય છે. કોઈ પણ વ્યક્તિ કાર્મિક રીતે પિતૃણ લઈને આવતો હોય છે, જેને તેણે અદા કરવું જ રહ્યું. વડીલોની હયાતીમાં તેમની કાળજી રાખવાથી પણ પિતૃણ અદા થાય છે વળી તેમના અવસાન પછી તેમની પાછળ યોગ્ય રીતે જે દાન ધર્મ કરવામાં આવે છે તે પણ વ્યક્તિને પિતૃના આશીર્વાદ અપાવે છે. આ વર્ષે 2 સપ્ટેમ્બર થી 17 સપ્ટેમ્બર વચ્ચે શ્રાદ્ધ પક્ષ છે જેમાં કાર્મિક રીતે પિતૃ ણ અદા કરવા દાન, ધર્મ અને વડીલોની સેવા કરવી જોઈએ તથા વયોવૃદ્ધ લોકોની મુશ્કેલી દૂર કરવાથી પણ પિતૃઓ સંતુષ્ટ થાય છે.