આજનું રાશિફળ : આ સમયમાં દાયકાઓ સુધીના ભૂલી શકાય તેવા નિર્માણ વિશ્વમાં મહત્વની જગ્યાએ થતા જોવા મળે

મેષ (અ,લ,ઈ) : વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ આનંદદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
સિંહ (મ,ટ) : કામકાજ માં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે.
તુલા (ર,ત) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : સ્ત્રી વર્ગ નેમધ્યમ રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.
મકર (ખ,જ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કુંભ (ગ ,સ,શ) :જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મીન (દ,ચ,ઝ,થ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.

મહા માસ એટલે માઘ માસમાં મઘા નક્ષત્રનો ચંદ્ર લઈને પૂનમ આવી રહી છે. ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં નક્ષત્રોનો તલસ્પર્શી અભ્યાસ કરવામાં આવ્યો છે અને તે મુજબ માસ ના નામ અને ગ્રહોનું ફળકથન કરવામાં આવે છે જે ખુબ સટીક હોય છે. સ્વગૃહી શનિની હાજરીમાં ફરી પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે જેની ગરમાહટ અત્યારથી જ અનુભવાય છે. ગોચર ગ્રહોની નજીકની અસરો ચકાસતા ચકાસતા આપણે કેટલીક લાંબો સમય ચાલનારી સકારાત્મક અસરો તારવવાનું ભૂલી જઈએ છીએ. જેમ કે શનિ મહારાજ જયારે સ્વગૃહી બને ત્યારે તે દુનિયામાં શ્રેષ્ઠ નિર્માણ કાર્ય કરાવનાર બને છે. આ સમય માં દાયકાઓ સુધી ના ભૂલી શકાય તેવા નિર્માણ વિશ્વમાં મહત્વની જગ્યાએ થતા જોવા મળે. આ સમયમાં અવિસ્મરણીય ઇમારતો અને બાંધકામ થતા જોવા મળે વળી રસ્તાઓ અને પૂલનું નિર્માણ પણ મોટા પાયે થતું જોવા મળે અને આ સમયમાં એક જગ્યા એ થી બીજી જગ્યાએ જવું વધુ સુગમ બનતું જોવા મળે. શનિ મહારાજ આ સમયમાં નગરોનું આધુનિકીકરણ કરતા જોવા મળશે.