આજનું રાશિફળ : એકદમ છુપી રીતે ચીન પણ પોતાનું સૈન્ય જમા કરી રહ્યું છે

મેષ (અ,લ,ઈ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો,આનંદ દાયક દિવસ.
કર્ક (ડ,હ) : નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે,દિવસ એકંદરે સારો રહે.
સિંહ (મ,ટ) : નવા લોકો સાથે મળવાનું બને,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : પરિવાર સાથે સમય વિતાવી શકો,આનંદ માણી શકો ,શુભ દિન.
તુલા (ર,ત) : તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય,કામ માં સફળતા મળે.
વૃશ્ચિક (ન ,ય ) : મનોમંથન કરી શકો,પોઝિટિવ વિચારો થી લાભ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા અંદરૂની મામલા નિપટાવી શકો,દિવસ સફળ રહે.
મકર (ખ ,જ ) : કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે,વાણી માં સંયમ રાખવો.
કુંભ (ગ ,સ,શ ) : વિદ્યાર્થીવર્ગને સારું રહે,ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): કોર્ટ કચેરીમાં રાહત મળે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

બહુ અગાઉ અત્રે લખ્યા મુજબ કંગના રાણાવત અને મહારાષ્ટ્ર સરકારનો વિવાદ ચગ્યો છે જે અંતે સરકારને નુકસાન કરનાર છે તથા ફરી એ પ્રશ્ન ઉઠી રહ્યા છે કે સંઘ દ્વારકા પહોંચશે કે કેમ!!! જો કે રિયા અને કંગનાની આસપાસ ફરતા ઘટનાક્રમ વચ્ચે આપણી લશ્કરી તાકાત વધવા પામી છે અને એકદમ છુપી રીતે ચીન પણ પોતાનું સૈન્ય જમા કરી રહ્યું છે જેનાથી ભારત અજાણ નથી જ. આ ઉપરાંત ઈન્ડો પેસિફિક વિસ્તાર માટે આજે જાપાન સાથે થયેલા કરારો પણ ઘણા મહત્વના છે જે મંગળની તેજ ગતિ અને લશ્કરી સુઝબુઝ દર્શાવનારા છે. આગામી દિવસોમાં યુદ્ધ આવી પડે તો તેને પહોંચી વળવા માટેના પ્રયાસો દેખાઈ રહ્યા છે અને જયારે દુશ્મન ચીન જેવો ખંધો દેશ હોય ત્યારે જરા પણ ચૂકવું પાલવે નહિ. છેલ્લા ઘણા વર્ષોમાં ના બન્યા હોય તેવા ટકરાવ હાલમાં ચીન સાથે બની રહ્યા છે અને ગોચર ગ્રહો પણ સૂચવે છે કે આ બાબતે અત્યંત કાળજી જરૂરી બની રહેશે. બાકી ઘર આંગણે જે બની રહ્યું છે તેનો ચિતાર તો અમો એ અગાઉ જ અત્રે આપેલો હતો.