આજનું રાશિફળ : કાળપુરુષની આઠમી રાશિ વૃશ્ચિક અનેક રહસ્યોથી ભરેલી છે

મેષ (અ,લ,ઈ) : પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મિથુન (ક,છ,ઘ) : તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.
સિંહ (મ,ટ) : વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.
કન્યા (પ ,ઠ ,ણ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
ધન (ધ,ભ,ફ,ઢ ): દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.
મકર (ખ,જ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) :તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.

અગાઉ લખ્યા મુજબ ગૂઢ ગ્રહ કેતુ હાલ મંગળના ઘર વૃશ્ચિકમાંથી પસાર થઇ રહ્યા છે વૃશ્ર્ચિકએ કાળપુરુષની આઠમી રાશિ છે અને તે પણ રહસ્યોથી ભરેલી છે. અંદાજે 18 વર્ષે કેતુ વૃશ્ચિકમાં આવતા હોય છે. આ રહસ્યમય રાશિ વૃશ્ચિક અને આધ્યાત્મિક અને રહસ્યમય ગ્રહ કેતુના મિલનથી અંતરિક્ષના અનેક ગૂઢ રહસ્યો આપણી સામે આવતા હોય છે. હાલમાં માનવી મંગળ ગ્રહના સંશોધનમાં ખુબ આગળ વધી ચુક્યો છે તથા નાસાએ હમણાં મોકલેલા નાના હેલીકોપટર સહિતના યાનની મદદથી મંગળ ગ્રહનો તલસ્પર્શી અભ્યાસ થઇ રહ્યો છે ત્યાંની જમીન અને ત્યાંના અવાજોથી લઈને જીવનની શક્યતા તપાસવામાં આ મિશન લાગી ગયું છે અને બહુ જલ્દી તેના પરિણામો પણ સામે આવતા જોવા મળશે. માનવજાત ખરા અર્થમાં હવે તેની યુવાનીમાં પ્રવેશી છે સમજણ અને વિજ્ઞાનમાં ઠીક ઠીક ખેડાણ કર્યા પછી માનવ હવે અંતરિક્ષના રહસ્યો શોધવા મથે છે અને તે જરૂરી પણ છે કેમ કે આગામી દિવસોમાં માનવજાતે પોતાના વસવાટ માટે બીજા ગ્રહોની ખોજ કરવી જ પડશે.!! પૃથ્વી પર આપણા બેજવાબદાર વર્તને આપણને અન્ય ગ્રહો પર જીવન ટટોળવા મજબુર કર્યા છે જો કે તેને વિજ્ઞાનની હરણફાળ ગણવી કે આપણા જીવનની અનિશ્ચિતતા સમજવી તે યક્ષ પ્રશ્ન છે.