આજનું રાશિફળ : ગણેશજી ને યાદ કરવામાં આવે તો તે કાર્યસિદ્ધિ સહિત અનેક સુંદર પરિણામ

મેષ (અ,લ,ઈ) : ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે,ઉતાવળ ના કરવી.
વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,પ્રગિતકારક દિવસ.
કર્ક (ડ,હ) :સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
સિંહ (મ,ટ) : આર્થિક બાબત માં મધ્યમ રહે,બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.
કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા મળે.
તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.
વૃશ્ચિક (ન ,ય ) : સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે,મધ્યમ દિવસ.
મકર (ખ ,જ ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
કુંભ (ગ ,સ,શ ) :માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.
મીન (દ ,ચ ,ઝ ,થ):જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

અગાઉ લખ્યા મુજબ ઓગસ્ટમાં સુશાંતસિંહ રાજપૂત કેઈસે સ્પીડ પકડી છે અને સીબીઆઈએ કડકાઈ થી તેની કાર્યવાહી શરુ કરી છે આ જ રીતે કેઇસની ગતિ ચાલશે તો ટૂંક સમયમાં ઘણા તથ્યો સામે આવશે અને આ કારણે રાજકારણ પર ઊંડી અસર થવાના ચાન્સ પણ છે. શુક્ર રાહુ યુતિએ આ કેઇસને વિશ્વભરમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે જેના કારણે દોષિતોને સજા મળશે જ તે ભાવના દ્રઢ બની છે. આજ રોજ ગણેશ ચતુર્થી છે,આ વર્ષે ગણેશ ઉત્સવ અંતર્મનની ભૂમિકા થી ઉજવવાનું રહેશે. જ્યોતિષશાસ્ત્રમાં મારા વર્ષોના અનુભવે મેં જોયું છે કે જયારે મંગળ અને કેતુ માટે કોઈ ઉપાય કામ ના કરે ત્યારે ગણેશ આરાધના સુંદર પરિણામ આપતી જોવા મળે છે. મારી દ્રષ્ટિએ મંગળ અને કેતુ થી પીડિત મિત્રો એ ગણેશ સાધના કરવી જોઈએ જેના માટેનો શ્રેષ્ઠ સમય આજથી શરુ થાય છે. મનના ભાવથી ગણેશજી ને યાદ કરવામાં આવે તો તે કાર્યસિદ્ધિ સહિત અનેક સુંદર પરિણામ આપનાર બને છે.