આજનું રાશિફળ : ચંદ્ર જયારે નબળો પડે ત્યારે વ્યક્તિનું મન નબળું પડે છે

મેષ (અ,લ,ઈ) : તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય,અંગત જીવનમાં સારું રહે.
વૃષભ (બ,વ,ઉ) : કામકાજમાં વ્યસ્તતા રહે , મનમાં અસમંજસ રહે ,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર સાથે વાત થાય,શુભ દિન.
કર્ક (ડ,હ) :તમામ ભૌતિક સુખ સગવડ મળે,દિવસ આરામદાયક રહે.
સિંહ (મ,ટ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો.
કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય,આગળ વધી શકો.
તુલા (ર,ત) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ખર્ચ પર અંકુશ રાખવો,પૈસા નું આયોજન કરવું જરૂરી છે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : કામકાજ માં મધ્યમ રહે ,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) :ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે,પ્રગતિ થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ):માનસિક ટેન્શન રહ્યા કરે,કામ માં રુકાવટ આવતી જોવા મળે.

એસ્ટ્રો વાસ્તુ ટિપ્સ: ગોચરમાં કેતુ-રાહુથી એક તરફ એકલા પડેલા ચંદ્ર મહારાજ પીડિત થઇ રહ્યા છે જે માનસિક રીતે આત્મવિશ્વાસ તોડવાનું અને મનને નબળું પાડવાનું કામ કરે છે. ચંદ્ર મહારાજ મનના કારક છે તેથી ચંદ્ર જયારે નબળો પડે ત્યારે વ્યક્તિનું મન નબળું પડે છે તથા નાની નાની બાબતોમાં તેને ડર લાગતો જોવા મળે છે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે જયારે જન્મકુંડળીમાં ચંદ્ર નબળો પડે ત્યારે વ્યક્તિ કોઈને કોઈ માનસિક બાબત થી પીડાતો હોય છે. ઘણીવાર તે ઊંડા વિચારમાં ચડી જાય છે તો ક્યારેક તેને વ્યાકુળતા થતી જોવા મળે તો ક્યારેક વધુ પડતો ડર કે અન્ય નકારાત્મક ભાવ જોવા મળે છે. વારંવાર રિસાઈ જવું, દુ:ખ લગાડવું, અતડા રહેવું તે પણ ચંદ્રની નબળી પરિસ્થિતિમાં જોવા મળે છે. જો કે ચંદ્રની સ્પષ્ટ અસર જોવા માટે તે ક્યાં સ્થાનમાં કઈ રાશિમાં અને કોની દ્રષ્ટિમાં છે તે બધું જોવું પડે વળી નવમાંશમાં પણ તેની સ્થિતિ જોવી પડે. ચંદ્ર તેની સારી અવસ્થામાં સુંદર કલ્પનાશીલતા અને કાવ્ય તરફ રુચિ પણ આપે છે તથા જે જે વિષયોમાં કલ્પનાશીલતાની જરૂર હોય તેમાં સફળતા પણ આપે છે.