આજનું રાશિફળ : છ ગ્રહોની યુતિ 2019માં,2020માં અને હવે 2021માં પણ બનવા જઈ રહી છે

મેષ (અ,લ,ઈ) : ધંધો-રોજગાર શોધતા મિત્રો માટે સમય ઘણો સારો રહે.
વૃષભ (બ,વ,ઉ) : આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : ધીમે ધીમે પરિસ્થિતિ તમારી તરફેણમાં આવે,આગળ વધી શકો.
કર્ક (ડ,હ) : આંતરિક અને બાહ્ય જીવન વચ્ચે બેલેન્સ કેળવી શકો,શુભ દિન.
સિંહ (મ,ટ) : હિતશત્રુઓથી સાવધ રહેવું પડે,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
કન્યા (પ ,ઠ ,ણ ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો અને વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે શુભ.
તુલા (ર,ત) : દિવસ આરામથી પસાર કરી શકો,નવા વિચારોને અમલમાં મૂકી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સામાજિક કૌટુંબિક કાર્ય કરી શકો,ધાર્યા કામ પાર પડે.
મકર (ખ ,જ ) : તમારી મહેનતનું સારું પરિણામ મળે,તમારી સરાહના થાય.
કુંભ (ગ ,સ,શ ) : નિયમિત જીવન કરવું જરૂરી છે,વધુ પડતી દોડધામ ટાળવા સલાહ.
મીન (દ ,ચ ,ઝ ,થ): લોકો પાસેથી સિફતથી તમારું કામ લઇ શકો,લાભદાયક દિવસ.

છ ગ્રહોની યુતિ 2019માં,2020માં અને હવે 2021માં પણ બનવા જઈ રહી છે. જયારે ગોચર ગ્રહો કોઈ ચોક્કસ અલગ ભાતથી ચાલતા જોવા મળે ત્યારે તે મોટા પરિવર્તનની આગાહી કરતા હોય છે. વિશ્વમાં બની રહેલી ઘટનાની ઝીણવટભરી તપાસ કરીએ તો સમજાશે કે ઘણા નવા તથ્યો આપણી સામે આવી રહ્યા છે, અમેરિકામાં ટ્રમ્પની હાર પછી નવી સરકારની નીતિ વિષે બધા ચિંતિત છે એની વચ્ચે બોકો હરામના આતંકી સંગઠને 110 લોકોનો સંહાર કર્યા બાદ 300 છાત્રોનું અપહરણ કર્યું છે. 2020 માં ફરી સક્રિય થયેલું આ સંગઠન માનવતાના મૂલ્યો નેવે મૂકીને ચાલે છે, તો ઘરઆંગણે પણ આપણે અનેક પ્રશ્નો સામે ઝઝૂમી રહ્યા છીએ. મહામારીને નાબૂદ કરવાની નજીક હોવા છતાં એક અજ્ઞાત ભય બધાના ચહેરા પર દેખાય છે. ગુરુ-શનિ-પ્લુટોની આવનારી યુતિ અનેક પ્રશ્નોના જવાબ લઇને આવી રહી છે પરંતુ હજુ એપ્રિલ સુધીનો સમય દરેક રીતે સાવધાનીપૂર્વક ચાલવા જેવો ગણી શકાય.