આજનું રાશિફળ : જન્મેલાંની ચંદ્રરાશિ કન્યા

મેષ (અ,લ,ઈ) : કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
મિથુન (ક,છ,ઘ) :  જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
કર્ક (ડ,હ)       : નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
સિંહ (મ,ટ) :  આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય.
વૃશ્ચિક (ન ,ય) : નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
મકર (ખ,જ) : ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) : મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): વિવાહયોગ્ય મિત્રો માટે સારી  વાત આવી શકે છે,સુંદર દિવસ.

એસ્ટ્રો વાસ્તુ ટિપ્સ: અગાઉ લખ્યા મુજબ સેનાપતિ મંગળ મહારાજના વક્રી ભ્રમણની સાથે ભારતીય સેનાની ત્રણે પાંખ વધુ ને વધુ સજ્જ થઇ રહી છે આગામી વર્ષોમાં બ્રહ્મોસ મિસાઈલની ગતિ બેવડી કરવા માટેનું રિસર્ચ શરુ થઇ ગયું છે તો નેવી દુશ્મન સબમરીનને ખુબ દૂર થી શોધી લેવાના ઉપકરણોથી સજ્જ થઇ ચુકી છે. ૧૬ ઓક્ટોબરે અધિક માસ પૂર્ણ થશે અને નિજ આષો સાથે સાથે શારદીય નવરાત્રીનો ૧૭ ઓક્ટોબરને શનિવાર થી પ્રારંભ થશે. આ સાથે જ સૂર્ય મહારાજ તુલા રાશિમાં પ્રવેશ કરશે. અગાઉ સૂર્ય ના હસ્ત નક્ષત્રમાં આવવા પર અમે લખેલું કે સૂર્ય હસ્તમાં થી પસાર થાય ત્યારે લોકોને સાજા કરે છે એ મુજબ મહામારીમાં રિકવરી રેટ સુખદ આશ્ચર્ય રૂપે વધ્યો છે જે ફરી એકવાર નક્ષત્રની સટીકતા દર્શાવે છે. તુલા રાશિમાં સૂર્ય મહારાજ નીચસ્થ બને છે વળી શનિવારે જ સૂર્ય તુલામાં પ્રવેશ કરે છે સાથે સાથે નવરાત્રીનો પ્રારંભ પણ થાય છે જે એક સાથે અનેક ઘટનાઓના પ્રેરક બને છે. આ દિવસોમાં અવકાશમાં થી આવતી હકારાત્મક ઉર્જા સારી રીતે પ્રાપ્ત કરી શકાય છે.