આજનું રાશિફળ : જ્યાં કેતુ મહારાજ બિરાજમાન છે જે સમુદ્રમાં પણ લડાયક મિજાજ દર્શાવનાર બને

મેષ (અ,લ,ઈ) : ખુબ વિચારી ને શાંતિથી નિર્ણય કરવા સલાહ છે,ઉતાવળ ના કરવી.
વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,પ્રગિતકારક દિવસ.
કર્ક (ડ,હ) :સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
સિંહ (મ,ટ) : આર્થિક બાબત માં મધ્યમ રહે,બેન્ક બેલેન્સ બાબત જોવું પડે.
કન્યા (પ ,ઠ ,ણ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, યશ-પ્રતિષ્ઠા મળે.
તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે, લાભદાયક દિવસ.
વૃશ્ચિક (ન ,ય ) : સગા-સ્નેહી-મિત્રો થી સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): ધંધો-રોજગાર શોધતા મિત્રો એ રાહ જોવી પડે,મધ્યમ દિવસ.
મકર (ખ ,જ ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
કુંભ (ગ ,સ,શ ) :માનસિક વ્યગ્રતા રહે, ગમતી પ્રવૃત્તિ કરવા સલાહ છે.
મીન (દ ,ચ ,ઝ ,થ):જાહેરજીવન માં સારું રહે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

અગાઉ લખ્યા મુજબ ટિક્ટોક સ્ટારની આત્મહત્યા કેઈસમાં રાજકીય સંડોવણી ખુલી છે. ગોચર ગ્રહો આગળ વધી રહ્યા છે તેમ તેમ ભવિષ્યની દિશા સુનિશ્ચિત થતી જાય છે. વિશ્વમાં બની રહેલા બનાવો દ્વારા હાલમાં ગોચર ગ્રહો શું વિચારી રહ્યા છે તે ફલિત થતું જોવા મળે છે. વૃશ્ચિક રાશિ ઊંડું અને શાંત જળ દર્શાવે છે જ્યાં કેતુ મહારાજ બિરાજમાન છે જે સમુદ્રમાં પણ લડાયક મિજાજ દર્શાવનાર બને છે. આજરોજ મંગળવારને અંગારકી સંકષ્ટ ચતુર્થી છે. તમામ ગ્રહપીડામાં થી મુક્તિ માટે આજના દિવસે વ્રત રાખીને ગણેશજીનું પૂજન અર્ચન કરીને ભોગ ધરીને અગિયાર ગણપતિ અથર્વશીર્ષનાં પાઠ કરવા જોઈએ. આ ઉપરાંત ગં ગણપતયે નમ: મંત્ર કે ઉચ્છીષ્ઠ ગણેશ મંત્ર કરવાથી પણ લાભ થાય છે. ખાસ કરીને ક્રૂર ગ્રહોની શાંતિ માટે અંગારકી સંકષ્ટ ચતુર્થીનું વ્રત શ્રેષ્ઠ પુરવાર થાય છે.