મેષ (અ,લ,ઈ) : દૂર દેશ થી સારા સમાચાર મળે,એકંદરે દિવસ માધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : જાત સાથે મનોમંથન કરી શકો ,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.
કર્ક (ડ,હ) :પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી વાત થાય.
સિંહ (મ,ટ) : જમીન મકાન મિત્ર સુખ સારું રહે,દિવસ લાભદાયક રહે.
કન્યા (પ ,ઠ,ણ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.
તુલા (ર,ત) : તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધી શકો .
વૃશ્ચિક (ન,ય) : કામકાજમાં મધ્યમ રહે, દિવસ એકંદરે શુભ રહે.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સાંભળવું.
મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.
કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગ ને મધ્યમ રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.
મીન (દ,ચ,ઝ,થ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

બે ગ્રહણ વચ્ચેનો સમય ઘણો ભારે પસાર થઇ રહ્યો છે. દેશ અને દુનિયામાં અનેક અપ્રિય ઘટના બનવા પામી રહી છે. મંગળ મહારાજ નૈસર્ગીક બારમી રાશિમાં હોવાથી વિશ્વના મહાન ખેલાડીઓ આપણો સાથ છોડી રહ્યા છે તો ખેલમાંથી સન્યાસના સમાચાર પણ સાંપડી રહ્યા છે. ગુરુ અને શનિની અંશાંતમક યુતિ વર્ષો પછી બનવા જઈ રહી છે જે એક પ્રકારના ગ્રહયુદ્ધ જેવી સ્થિતિ છે જેની અસર સર્વત્ર વર્તાઈ રહી છે વળી 14 ડિસેમ્બરને સોમવારે સોમવતી અમાસ અને ખગ્રાસ સૂર્ય ગ્રહણ આવી રહ્યા છે જે સ્થિતિને વધુ સંગીન બનાવે છે. ગુરુ અને શનિનું અત્યંત નજીક આવવું જ્યોતિષશાસ્ત્ર માટે તો અલૌકિક છે જ સાથે સાથે ખગોળપ્રેમીઓ માટે પણ આ નજારો અદભુત હશે! 21 ડિસેમ્બરના બંને નજીક આવ્યા બાદ ધીમે-ધીમે અંશાત્મક રીતે તેઓ દૂર થતા જશે પરંતુ વર્ષો પછી દેવગુરુ બૃહસ્પતિ અને દંડનાયક શનિમહારાજની આ કરીબી ઘણા અર્થમાં ઘણું ઘણું કહી જાય છે.