આજનું રાશિફળ : પ્લુટોના ગુરુ શનિ સાથે આવવાના ટાંકણે જ મહામારી પ્રશ્ને વિશ્વ ફરી એક વાર ચિંતામાં ડૂબી ગયું

મેષ (અ,લ,ઈ) : સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.
વૃષભ (બ,વ,ઉ) : આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,આગળ વધી શકો.
કર્ક (ડ,હ) : આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,શુભ દિન.
સિંહ (મ,ટ) : માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કન્યા (પ,ઠ,ણ) : મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, દિવસ આનંદદાયક રહે.
તુલા (ર,ત) : નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.
વૃશ્ચિક (ન,ય) : વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે.
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય.
મકર (ખ,જ) : તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,કાર્યમાં સફળતા મળે.
કુંભ (ગ,સ,શ ) : પરિવાર માં સુખ શાંતિ રહે,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.
મીન (દ,ચ,ઝ,થ): ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને.

બહુ અગાઉ લખ્યા મુજબ ગુરુ અને શનિની સમીપતા એક ગ્રહયુદ્ધની સ્થિતિનું નિર્માણ કરશે તેવું અમે અત્રે જણાવેલું અને તે મુજબના સમાચારો સાંપડી રહ્યા છે. પ્લુટોના ગુરુ શનિ સાથે આવવાના ટાંકણે જ મહામારી પ્રશ્ને વિશ્વ ફરી એક વાર ચિંતામાં ડૂબી ગયું છે. જે રીતના ગ્રહો 2020ની શરૂઆત માં હતા તેવા ગ્રહો ફરી આકાર લઇ રહ્યા છે જે એક વીટમ્બણા છે પરંતુ જેમ જેમ ગુરુ અને શનિ વચ્ચે અંતર વધશે તેમ સ્થિતિમાં સુધારો જોવા મળશે, જો કે ફેબ્રુઆરી સુધીનો સમય વધુ કાળજીપૂર્વક વિતાવવો રહ્યો. આ ઉપરાંત બુધના મૂળ નક્ષત્રમાં થી પસાર થવાથી અને ગુરુ શનિની નિકટતાએ શેરબજારને ભોંય ભેગું કર્યું છે જેને કળ વળતા સમય લાગશે તો બીજી તરફ ઘરઆંગણેના આંદોલનોથી લઈને નેપાળની રાજકીય અશાંતિ ગોચર ગ્રહોની તાસીર બતાવી રહી છે. આજ કડીમાં ગણીએ તો બલુચિસ્તાન ચળવળના અગ્રેસર જેમણે પાકિસ્તાન આર્મી અને સરકાર સામે જંગ છેડેલી તેવા કરીમા બલોચ કેનેડાના ટોરોન્ટોમાં મૃત હાલતમાં મળી આવ્યા છે જે એક રહસ્યમય ઘટના ગણી શકાય અને પાકિસ્તાનની નિયત પર ફરી એક વાર પ્રશ્નાર્થચિહન લાગી શકે છે.