આજનું રાશિફળ : પ્લુટોના મકર પ્રવેશ સાથે દુનિયા કરવટ બદલી રહી છે બહુ ઝડપ થી બદલાવ આવી રહ્યા છે

મેષ (અ,લ,ઈ) : સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.
કર્ક (ડ,હ) : આર્થિક આયોજન કરી શકો,મનોમંથન કરી શકો.
સિંહ (મ,ટ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.
તુલા (ર,ત) : તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .
મકર (ખ,જ) : વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ .
કુંભ (ગ ,સ,શ) :આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો.
મીન (દ,ચ,ઝ,થ): હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.

અગાઉ લખ્યા મુજબ પ્લુટોના મકર પ્રવેશ સાથે દુનિયા કરવટ બદલી રહી છે બહુ ઝડપ થી બદલાવ આવી રહ્યા છે. શિવજીએ એ પૃથ્વીના કલ્યાણ માટે ગંગાનું અવતરણ કર્યું હતું તો હવે માનવી પ્રગતિની હરણફાળ ભરવા સેટેલાઈટના માધ્યમથી પૃથ્વી પર ડેટાની ગંગા વહાવવા માંગે છે અને તેમાં અમેરિકા અને તેની કંપનીઓ મોખરે છે ડ્રોન ટેક્નોલોજી,એલિયન ટેક્નોલોજી અને દરેક બાબતે સંશોધનમાં આગળ રહેનાર અમેરિકા અને તેની કંપનીઓ સમજી ગઈ છે કે માનવજાત પર પ્રભુત્વ મેળવવા માટે સેટેલાઇટ વડે ડેટાની ગંગા વહાવવી જ પડશે. ભારતનો વપરાશકર્તા હજુ આ ડેટાની માયાજાળ સમજી શક્યો નથી અને ફેસબૂક, વોટ્સઅપ જેવા માધ્યમો તેના ડેટાનો ઉપયોગ વધુને વધુ પૈસા કમાવા માં લગાવી રહ્યા છે જે સ્માર્ટ કલીકાળની નિશાની છે. આધુનિક યુગ માટે ડેટા ઇસ ધ ઓઇલ અને ડેટા ઇસ ધ કરન્સી છે જે વિદેશી આધુનિક યુગના ઘડવૈયાઓ સમજી ગયા છે અને તેની તમામ તાકાત અવકાશમાં સેટેલાઇટની જાળ બિછાવવામાં લગાવી રહ્યા છે. ભારતના વપરાશકર્તાએ બહુ જલ્દી આ વાત સમજવી પડશે.