આજનું રાશિફળ : પ્લુટો માનવજાતના ભવિષ્યમાં નવા વળાંકો લાવનાર ગ્રહ છે

મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
કર્ક (ડ,હ) : વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.
સિંહ (મ,ટ) : આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે.
તુલા (ર,ત) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્દિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,પ્રગતિકારક દિવસ.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): જાહેરજીવનમાં સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.
કુંભ (ગ ,સ,શ ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

આજરોજ યુગ પરિવર્તક અને મહાયમ એવા પ્લુટો રાશિ પરિવર્તન કરી મકરમાં પ્રવેશ કરી રહ્યા છે જ્યાં ગુરુ અને શનિ સાથે તેઓ યુતિમાં આવશે. પ્લુટો માનવજાતના ભવિષ્યમાં નવા વળાંકો લાવનાર ગ્રહ છે હાલના સમયમાં મહામારીથી લઈને મહાસત્તાઓની ખેંચતાણ અને ભવિષ્યમાં આવનારી નવી બીમારીઓનો ખતરો આપણને અનિશ્ચિતતા તરફ લઇ જાય છે જે પ્લુટોના રાશિ પરિવર્તન પછી ઘણું ક્લીઅર થતું જોવા મળશે. આજરોજ ગુરુ દત્તાત્રેય જયંતિ છે.ભગવાન દત્તાત્રેયના પિતાનું નામ અત્રિ હતું અને તે મહાન તપસ્વી મુનિ હતા તો એમની માતાનું નામ અનસૂયા હતું કે જે મહાસતિ હતા. ગુરુ દત્તાત્રેય ત્રણ મુખધારણ કરેલા છે જે બ્રહ્મા, વિષ્ણુ, તથા મહેશનો અંશ ગણાય છે. જયારે જીવનમાં ગુરુની કમી મહેસુસ થાય ત્યારે ગુરુ દત્તાત્રેય ભગવાનની આરાધના કરવી જોઈએ. ગ્રહ ગુરુ જયારે નબળો પડતો હોય ત્યારે પણ ગુરુ દત્તાત્રેયની આરાધના અને દત્ત બાવનીના પાઠ કરવાથી લાભ થાય છે. જીવનને અને જીવન પછીની ગતિને સમજવામાં ગુરુ દત્તાત્રેય આરાધના બહુ પ્રેરક રહે છે.