આજનું રાશિફળ : બહુ અગાઉ લખ્યા મુજબ સપ્ટેમ્બર અંતથી રાહુના પરિવર્તન સાથે મહામારીમાં ઘણી રાહત જોવા મળી છે

મેષ (અ,લ,ઈ) : આવકમાં મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,પ્રગતિકારક દિવસ.
વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,આગળ વધવાની તક મળે,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.
કર્ક (ડ,હ) : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ ટાળવી.
તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,દિવસ આનંદ માં પસાર થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે.
મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી.
કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા મેળવી શકો .
મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને.

આજરોજ 27 ઓક્ટોબરને મંગળવાર પાશાંકુશ એકાદશી છે.અગાઉ લખ્યા મુજબ રાહુના વૃષભમાં આવવાની સાથે અનેક આર્થિક ગોટાળાઓ સામે આવી રહ્યા છે. તો બીજી તરફ વક્રી મંગળ મહારાજ સેના પાસે પૂરતી તૈયારી કરાવી રહ્યા છે.જો કે નવેમ્બરમાં સીમા પર ટેન્શન વધુ જોવા મળશે.પરંતુ બહુ અગાઉ લખ્યા મુજબ સપ્ટેમ્બર અંતથી રાહુના પરિવર્તન સાથે મહામારીમાં ઘણી રાહત જોવા મળી છે, જો કે આર્થિક સ્થિરતા આવતા હજુ વાર લાગશે.બિહાર વિષે વાત કરીએ તો નીતીશકુમારને આ વખતે સખત ટક્કર મળતી જોવા મળશે.આ બાજુ અમેરિકાની ચૂંટણીમાં બિડનને લાભ થતો જોવા મળી રહ્યો છે.વૃષભના રાહુ સાથે સાથે સીને જગતની તાસીર પણ બદલાતી જાય છે ડ્રગ રેકેટના ખુલાસા પછી અને હાલના સંજોગોમાં સીને જગતને ઘણા ફટકા પડી રહ્યા છે વળી આગામી સમયમાં મલ્ટીપ્લેક્સની જગ્યાએ પોતાની અનુકૂળતા અને ટાઈમે જોઈ શકાતી નેટ સિરીઝ ધૂમ મચાવતી જોવા મળશે અને ભવિષ્યમાં સુપરસ્ટાર પદ લુપ્ત થતું જોવા મળશે. વેબ સિરીઝ વધુ ને વધુ પોપ્યુલર થતી જોવા મળશે.