આજનું રાશિફળ : બિઝનેસના અંડરવર્લ્ડ સાથેના સંબંધો ફરી ઉજાગર થતા જોવા મળશે

મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ) :જમીન-મકાન સુખ સારું રહે,આરામદાયક દિવસ.
સિંહ (મ,ટ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ મધ્યમ રહે ,પૈસા બાબત માં આયોજન કરવું પડે.
તુલા (ર,ત) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,સફળતા મેળવી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,પ્રગતિકારક દિવસ.
મકર (ખ ,જ ) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.

રાહુ મહારાજે સપ્ટેમ્બરમાં શુક્રના ઘરની વૃષભ રાશિમાં પ્રવેશ કર્યો ત્યારે અત્રે લખેલું કે દિગ્ગજ લોકોના સ્કેન્ડલ બહાર આવતા જોવા મળશે વળી શો બિઝનેસ અને સીને જગતની બ્લેક સાઈડ સામે આવતી જોવા મળે તે મુજબ ટિક્ટોક સ્ટારની આત્મહત્યા માં મહારાષ્ટ્રના એક મંત્રીનું નામ ખુલ્યું છે તો હમણાં જ એક અન્ય સ્કેન્ડલમાં કર્ણાટકના મંત્રીનું નામ ખુલ્યું છે આ ઉપરાંત પણ છેલ્લા ત્રણેક માસમાં ઘણા દિગ્ગજોમાં સ્કેન્ડલ સામે આવ્યા છે વળી હજુ રાહુ મહારાજ દોઢ વર્ષ વૃષભમાં રહેશે ત્યાં સુધી મોટા લોકોના સ્કેન્ડલ અને ઝાકઝમાળ ભરી દુનિયાની કાળી બાજુ વધુને વધુ લોકો સમક્ષ આવતી જોવા મળશે. આ ઉપરાંત સીને જગત ને શો બિઝનેસના અંડરવર્લ્ડ સાથેના સંબંધો ફરી ઉજાગર થતા જોવા મળશે જેમાં સીને જગતના પ્રથમ હરોળના લોકોના નામ ખુલતા જોવા મળશે વળી સીને જગતની વાત કરીએ છીએ ત્યારે એ પણ જોઈ લઈએ કે આગામી સમયમાં દિગ્ગજ અભિનેતા અને અભિનેત્રીઓની કેરીઅર પર સવાલ લાગી જશે અને તેઓ ધીમે ધીમે સાઈડ લાઈન થતા જોવા મળશે વળી મનોરંજનની વ્યાખ્યામાં અમુલ પરિવર્તન આવતું જોવા મળશે અને લોકો અનેક વિકલ્પો તરફ આગળ વધતા જોવા મળશે.