આજનું રાશિફળ : બુધનો ઉદય થઇ રહ્યો છે જે વિશ્વને શાંતિપૂર્ણ વિચારો માટે પ્રેરે

મેષ (અ,લ,ઈ) : સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.
વૃષભ (બ,વ,ઉ) : આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,આગળ વધી શકો.
કર્ક (ડ,હ) : આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,શુભ દિન.
સિંહ (મ,ટ) : માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કન્યા (પ,ઠ,ણ) : મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, દિવસ આનંદદાયક રહે.
તુલા (ર,ત) : નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.
વૃશ્ચિક (ન,ય) : વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે.
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય.
મકર (ખ,જ) : તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,કાર્યમાં સફળતા મળે.
કુંભ (ગ,સ,શ ) : પરિવાર માં સુખ શાંતિ રહે,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.
મીન (દ,ચ,ઝ,થ): ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને.

અગાઉ લખ્યા મુજબ બુધ મહારાજના ઉદય સાથે જ શેર બજારમાં ધૂમ તેજી જોવા મળી રહી છે વળી ન્યાયના દેવ શનિદેવ સ્વગૃહી ચાલી રહ્યા છે ત્યારે ન્યાય બાબતે પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈએ સત્યનું ઉચ્ચારણ કર્યું છે. ભારત જેવા ઉભરી રહેલા દેશમાં સમય પર ન્યાય મળે તે આજના સમયની માંગ છે તે તરફ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈએ આંગળી ચીંધી છે અને શનિ મહારાજ સ્વગૃહી છે ત્યાં જ તેના પર કાર્ય થતું પણ જોવા મળશે. આ ઉપરાંત અગાઉ અત્રે લખ્યા મુજબ આંદોલનની આડ માં થઇ રહેલા કાવતરાનો પર્દાફાશ થશે તે બાબતે ટૂલકિટ સહીત અનેક ખુલાસાઓ સામે આવી રહ્યા છે. સરેરાશ ભારતીય નાગરિક એ જાણીને પરેશાન છે કે કોઈ પણ મુદ્દા હોય તેમાં દેશદ્રોહી તત્વો કઈ રીતે સાથે ભળીને દેશને નુકસાન કરવા અને તેની છબી ખરાબ કરવા પ્રયત્નશીલ બને છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો આભૂષણના કારક શુક્ર મહારાજ અસ્ત થવા સાથે જ સોના ચાંદીના ભાવમાં ગાબડું જોવા મળ્યું છે અત્રે ખાસ એ વાત નોંધવી જરૂરી છે કે ગ્રહોના ઉદય અને અસ્ત તેના પરિણામ આપવાની ક્ષમતા પર બહુ મોટો ફેર કરતા હોય છે માટે ફળકથન વખતે તેની ગતિ તેનો અસ્ત વિગેરે બાબતોને કાળજીપૂર્વક ધ્યાનમાં લેવી જોઈએ.