આજનું રાશિફળ : બે દેશો વચ્ચેના સંબંધોની પારિભષા બહુ ઝડપથી બદલાતી જોવા મળશે

મેષ (અ,લ,ઈ) : આવકમાં મધ્યમ રહે ,આકસ્મિત લાભ થાય,પ્રગતિકારક દિવસ.
વૃષભ (બ,વ,ઉ) :સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,આગળ વધવાની તક મળે,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.
કર્ક (ડ,હ) : માનસિક વ્યગ્રતા રહે,મનનું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
સિંહ (મ,ટ) : અંગત જીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
કન્યા (પ,ઠ,ણ) : જુના હઠીલા રોગ થી સાવધાન રહેવું,વધુ પડતી ચિંતાઓ ટાળવી.
તુલા (ર,ત) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : નવા આયોજનો વિચારી શકો ,દિવસ આનંદ માં પસાર થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે.
મકર (ખ,જ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન માં કાળજી લેવી.
કુંભ (ગ,સ,શ ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા મેળવી શકો .
મીન (દ,ચ,ઝ,થ): ખર્ચ પર અંકુશ રાખવો,નાણાકીય આયોજન કરવું જરૂરી બને

અગાઉ લખ્યા મુજબ ગ્રહોના મહાસંમેલન વચ્ચે ચમોલી,ઉત્તરાખંડ થી લઈને પ્રશાંત મહાસાગર સુધી આપદાઓ નો સામનો કરવો પડ્યો છે. આ સમયમાં કુદરતે તેનો મિજાજ બતાવ્યો છે જો કે આવતીકાલ થી ચંદ્ર અને સૂર્યની મકરમાં થી વિદાય પછી ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડતી જોવા મળશે. ગ્રહોના રાજા સૂર્ય મહારાજ મકરમાં થી કુંભમાં પ્રવેશ કરવાની સાથે સાથે અનેક સમીકરણોમાં ફેરફાર થતા જોવા મળશે. વૈશ્વિક રીતે વાત કરીએ તો ઘણા પરદા પાછળના સત્યો સામે આવતા જોવા મળશે. ગોચર ગ્રહોને ઊંડાણ પૂર્વક સમજીએ તો લાગશે કે વિશ્વ કોઈ નિશ્ચિત દિશા તરફ જઈ રહ્યું છે. બે દેશો વચ્ચેના સંબંધોની પારિભષા બહુ ઝડપથી બદલાતી જોવા મળશે. ઇઝરાયેલથી લઈને અમેરિકા સુધીના દેશ આગામી સમયમાં તેમની વિદેશનીતિમાં ધરમૂળથી ફેરફાર કરતા જોવા મળશે. કેટલાક દેશો હજુ પરમાણુ હથિયાર વૃદ્ધિ માટે ગુપ્ત સમજૂતી કરી માનવજાતને જોખમમાં મૂકી રહ્યા છે જેના વિરુદ્ધ નવી દેશોની ધરી રચાતી જોવા મળશે અને આતંકવાદ સહિતના અનેક મુદ્દે વધુ કડક પગલાં લેવાતા જોવા મળશે.