આજનું રાશિફળ : ભાદ્રપદ માસ અને પિતૃપક્ષ પૂર્ણ થવાના આરે છે.અધિકમાસ 18 સપ્ટેમ્બરથી શરુ

મેષ (અ,લ,ઈ) : વિધાર્થીવર્ગ એકાગ્રતાથી આગળ વધી શકે,સફળતા મળે,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ આનંદદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,સામાજિક કાર્ય કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
સિંહ (મ,ટ) : કામકાજ માં સફળતા મળે,તમારા ક્ષેત્ર માં આગળ વધી શકો,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : બિનજરૂરી વિવાદો ટાળવા,બોલવા માં કાળજી રાખવા સલાહ છે.
તુલા (ર,ત) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : સ્ત્રી વર્ગ નેમધ્યમ રહે,ધીમી પ્રગતિ જોવા મળે,સુંદર દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): નસીબ સાથ આપે,ધીમે-ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે.
મકર (ખ,જ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કુંભ (ગ ,સ,શ) :જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મીન (દ,ચ,ઝ,થ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં કાળજી લેવી,મધ્યમ દિવસ.

ભાદ્રપદ માસ અને પિતૃપક્ષ પૂર્ણ થવાના આરે છે.અધિકમાસ 18 સપ્ટેમ્બરથી શરુ થઇ રહ્યો છે.અધિક માસ માં સૂર્ય રાશિ પરિવર્તન નથી કરતા. અધિક માસમાં રાશિ મુજબ ઉપાય જોઈએ તો મેષ રાશિએ “ૐ શ્રી હરિ નમો નમ:” ની 9 માળા દરરોજ કરવી.વૃષભના મિત્રોએ “લક્ષ્મીનારાયણાય નમો નમ:” 9 માળા દરરોજ કરવી.મિથુનના જાતકોએ “ૐ નમો ભાગવતે વાસુદેવાય”ની 9 માળા જયારે કર્કના મિત્રોએ “કલીં કૃષ્ણાય નમ:”ની નવ માળા દરરોજ કરવી જોઈએ.સિંહના મિત્રોએ ગીતાજીનું વાંચન કરવું જયારે કન્યા ના જાતકો હરિવંશ પુરાણનું વાંચન કરી શકે.તુલાના જાતકો “શ્રી કૃષ્ણ શરણમ મમ:”ની નવ માળા દરરોજ કરે.વૃશ્ચિકના મિત્રો વિષ્ણુ ગાયત્રી મંત્રની 3 માળા દરરોજ કરે.ધન રાશિના જાતકો માટે વિષ્ણુ સહસ્ત્રનામ કરવા શ્રેષ્ઠ રહેશે. મકર માટે શિવ આરાધન જયારે કુંભના મિત્રો “શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ” મંત્રની 3 માળા દરરોજ કરી શકે.મીન ના જાતકો “ૐ વિષ્ણવે નમ:” મંત્રની નવ માળા દરરોજ કરી શકે.