આજનું રાશિફળ : મંગળના પ્રભાવથી જ્વાળામુખીમાં પણ સક્રિયતા જોવા મળે

મેષ (અ,લ,ઈ) : તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી શકો,પ્રગતિકારક દિવસ રહે.
વૃષભ (બ,વ,ઉ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
મિથુન (ક,છ,ઘ) : વાદ વિવાદ થી દૂર રહેવું,જામીનગીરી ના કરવા સલાહ છે..
કર્ક (ડ,હ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : વેપારીવર્ગ ને સારું રહે,નવી દિશાઓ ખુલતી જણાય,પ્રગતિ થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,દાન ધર્મ કરી શકો,શુભ દિન.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે, લાગણી ની વાત વ્યક્ત કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તબિયતની કાળજી લેવી,ખાવા પીવામાં ધ્યાન રાખવું,મધ્યમ દિવસ.
મકર (ખ ,જ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિથી મુલાકાત થાય.
કુંભ (ગ ,સ,શ ) : કોર્ટ કચેરી માં રાહત થાય, અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો .

અગાઉ તા.18 ફેબ્રુઆરીના અંકમાં લખ્યા મુજબ શ્રીનગરમાં પોલીસકર્મીઓ પર આતંકી હુમલો થયો છે. આ ઉપરાંત પણ બીજી બે આતંકી ઘટના બનવા પામી છે. તા.18 ફેબ્રુઆરીના અંકમાં મેં લખેલું કે મંગળ અને રાહુની યુતિ થવા જઈ રહી હોય ખાસ કરીને પોલીસ અને સેનાએ વિશેષ સાવધ રહેવું પડે કેમ કે આ દિવસોમાં આતંકીઓ સીધા જ તેમને ટાર્ગેટ કરતા જોવા મળશે વળી મંગળ રાહુની યુતિ આગજનીની ઘટના અને ઉશ્કેરણી માટે જવાબદાર છે. આ ઉપરાંત મંગળના પ્રભાવથી જ્વાળામુખીમાં પણ સક્રિયતા જોવા મળે. મંગળનો અમલ ખેલ જગત પર હોવાથી ખેલ જગતમાં સક્રિયતા આવે અને ખેલજગતના અનોખા રાજકારણ પણ સામે આવે. આ સમયમાં ખેલ જગત પર થતા સટ્ટા પણ સામે આવે. બુધ મહારાજ માર્ગી બની રહ્યા છે જે કરન્સીને વેગ આપતા જોવા મળે ખાસ કરીને આભાસી મુદ્રા પગપેસારો કરતી જોવા મળે અને ઘણી જગ્યા એ કેટલાક દેશની સરકારો માટે તે માથાનો દુખાવો પણ સાબિત થાય. બદલતા સમયમાં વૈશ્વિક સ્તરે મુદ્રાસ્થિતિ સમજવી મુશ્કેલ બને.