આજનું રાશિફળ : મંગળ શરીરમાં લોહી, સ્નાયુ, મજ્જા, ઈન્દ્રિયો, મસ્તક પર આધિપત્ય ધરાવે છે

મેષ (અ,લ,ઈ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : સામાજિક કૌટિમ્બિક કાર્ય કરી શકો,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : અંગત વ્યક્તિઓ સાથે મતભેદ નિવારી શકો,આનંદ દાયક દિવસ.
કર્ક (ડ,હ) : નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે,દિવસ એકંદરે સારો રહે.
સિંહ (મ,ટ) : નવા લોકો સાથે મળવાનું બને,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
કન્યા (પ ,ઠ ,ણ ) : પરિવાર સાથે સમય વિતાવી શકો,આનંદ માણી શકો ,શુભ દિન.
તુલા (ર,ત) : તમારા કાર્ય માં ઈશ્વરી સહાય પ્રાપ્ત થાય,કામ માં સફળતા મળે.
વૃશ્ચિક (ન ,ય ) : મનોમંથન કરી શકો,પોઝિટિવ વિચારો થી લાભ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા અંદરૂની મામલા નિપટાવી શકો,દિવસ સફળ રહે.
મકર (ખ ,જ ) : કુસંગત અને વ્યસન થી દૂર રહેવા સલાહ છે,વાણી માં સંયમ રાખવો.
કુંભ (ગ ,સ,શ ) : વિદ્યાર્થીવર્ગને સારું રહે,ઉચ્ચ અભ્યાસ માં સારું કામ કરી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): કોર્ટ કચેરીમાં રાહત મળે,અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

અગાઉ લખ્યા મુજબ ગુરુ મહારાજ અતિચારી બની ઝડપથી મકર રાશિમાં આગળ વધી રહ્યા છે. ગુરુ મહારાજ મકરમાં 5 ડિગ્રીએ નીચસ્થ બને છે આથી હવે ધીમે ધીમે તે બળ પ્રાપ્ત કરી રહ્યા છે અને એપ્રિલમાં તો ગુરુ મહારાજ કુંભ રાશિમાં પ્રવેશ કરી જશે. મંગળ મહારાજ રાશિ પરિવર્તન કરી વૃષભમાં રાહુ સાથે યુતિમાં છે.મંગળ એ યુધ્ધ દેવતા છે. ગ્રહોમાં સેનાપતિ છે. યુધ્ધ અને સૈનિકો સાથે સંબંધ ધરાવતા ગ્રહ છે. તે લડાયક, વાદ-વિવાદ કરનાર અને ઉતાવળે નિર્ણયો લેનાર ગ્રહ છે. શૌર્ય, પરાક્રમ, ભાઈ-ભાંડુ, હિમત, સાહસ, વીરતા, ઉત્સાહ, આવેશ, ગુસ્સો, ધગશ, અકસ્માત, હિંસા, શસ્ત્ર અને શસ્ત્ર વિદ્યાનો કારક છે. શરીરમાં લોહી, સ્નાયુ, મજ્જા, ઈન્દ્રિયો, મસ્તક, મુખ અને ડાબા કાન પર આધિપત્ય ધરાવે છે. આ ઉપરાંત શરીર પર થતાં ઘા, ઘસરકા, કાપાઓ અને દાઝવાનો કારક ગ્રહ છે. બળવાન મંગળ ધરાવનાર જાતકો આત્મવિશ્વાસ, ધગશ, આક્રમકતા અને વિશિષ્ટ શારીરિક તાકાત ધરાવે છે. તેઓ ઝડપથી વિચારનારા અને વિચારોને ઝડપથી અમલમાં મૂકનારા હોય છે. શુભ મંગળ ઉત્તમ વાઢકાપ, શસ્ત્રક્રિયા કરનાર ડોક્ટર સર્જન બનાવે છે. નવી યાંત્રિક શોધખોળો કરનાર હોય છે. એન્જીનિયરિંગ અને ટેકનીકલ ક્ષેત્રે સફળતા મેળવે છે. મંગળ પ્રધાન લોકો ઉત્તમ વ્યવસ્થાશક્તિ અને વહીવટી સૂઝ ધરાવે છે. જીંદગીમાં ગમે તેટલાં વિઘ્નો આવવા છતા સફળ થવાની મહાત્વાકાંક્ષા અને આગળ વધવાનો જુસ્સો ધરાવતા હોય છે.