આજનું રાશિફળ : મંગળ સેના,પોલીસ અને વિવિધ ફોર્સ દર્શાવતો હોવાથી તેઓ એ વધુ સતર્ક રહેવું પડે

મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : આવક જાવક નો હિસાબ રાખવો પડે,ખર્ચ પર અંકુશ રાખવો.
મિથુન (ક,છ,ઘ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,પ્રગતિકારક દીવસ રહે.
કર્ક (ડ,હ) : નોકરિયાતવર્ગ ને સારું રહે,સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક.
સિંહ (મ,ટ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
કન્યા (પ,ઠ,ણ) : માનસિક વ્યગ્રતા જણાય,મન નું ધાર્યું ના થાય.
તુલા (ર,ત) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : તબિયતની કાળજી લેવી,જીવનમાં નિયમિતતાની જરૂર છે.
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી મુલાકાત થાય.
મકર (ખ,જ) : તમામ ભૌતિક સુખ સગવડ પ્રાપ્ત થાય,દિવસ આનંદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે.
મીન (દ,ચ,ઝ,થ): તમે કરેલા કાર્યના સારા પરિણામ મેળવી શકો,દિવસ શુભ રહે.

તા.19.2 ને શુક્રવારના સૂર્ય મહારાજ શતતારા નક્ષત્રમાં પ્રવેશ કરશે ત્યારબાદ 20.2 ને શનિવારના શુક્ર મહારાજ કુંભ રાશિમાં પ્રવેશ કરશે અને 21.2ને રવિવારના રોજ સેનાપતિ મંગળ મહારાજ લાંબા સમય બાદ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં રાહુ સાથે યુતિમાં આવશે. ભારતની કુંડળીમાં વૃષભ લગ્ન હોવાથી ભારતને લગ્ને જ આ મંગળ રાહુ યુતિ પસાર થતી જોવા મળશે જેના લીધે અનેક વિવાદોનો મોટા પાયે જન્મ થતો જોવા મળશે વળી જમીન કૌભાંડો બહાર આવતા જોવા મળશે જયારે મંગળ સેના,પોલીસ અને વિવિધ ફોર્સ દર્શાવતો હોવાથી તેઓ એ વધુ સતર્ક રહેવું પડે. આ સમયમાં આતંકી વધુ સક્રિય થઇ સેના પર વાર કરવા પ્રયત્ન કરે વળી મંગળ રાહુ સાથે હોવાથી વિવાદો વધુ ને વધુ તૂલ પકડતા જોવા મળે. મંગળ રાહુ સાથે મળી સરકાર પાસે વિદેશનીતિમાં કડક નિર્ણયો કરાવે તથા સીમા પર પણ સેના વધુ કડક થઇ કાર્યવાહી કરતી જોવા મળે. મંગળ જમીન દર્શાવતા હોવાથી જમીન અને સીમા વિવાદો વધુ પ્રકાશમાં આવે વળી આંતરિક સીમા વિવાદોના કિસ્સા અદાલતમાં પણ વધુ જોવા મળે જયારે મંગળના રાહુ સાથેના આ ભ્રમણ થી વાઇરસ પોતાના સ્વરૂપમાં ધરમૂળથી ફેરફાર કરતો જોવા મળે.