આજનું રાશિફળ : મકરમાં એકઠા થઇ રહેલા ગ્રહો કુદરતી આપદા આપનાર બને

મેષ (અ,લ,ઈ) : ભાગ્ય ની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ મધ્યમ રહે.
મિથુન (ક,છ,ઘ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ) : શત્રુઓ થી સાવધાન રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
સિંહ (મ,ટ) : સંતાન અંગે સારું રહે,અંગત સંબંધો સુધારી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નવા કાર્ય માં લાભ મેળવી શકો.
વૃશ્ચિક (ન,ય) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,વાણી વર્તન થી લાભ થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં સફળતા મળે,દિવસ પ્રગતિકારક રહે.
મકર (ખ,જ) : ખર્ચ પર અંકુશ રાખવો જરૂરી,બજાર બાબતનું ગણિત સંભાળી ને કરવું.
કુંભ (ગ,સ,શ ) :સગા સ્નેહી મિત્રો થી સારું રહે,કાર્ય માં પ્રગતિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો,પ્રગતિકારક દિવસ.

અગાઉ લખ્યા મુજબ કેતુ મહારાજ જળતત્વમાં જળ હોનારત સર્જનાર બને છે વળી હાલમાં મકરમાં એકઠા થઇ રહેલા ગ્રહો કુદરતી આપદા આપનાર બને છે તેમ પણ અમે લખેલું હતું. દેવભૂમિ ઉત્તરાખંડના ચમોલીમાં આવી પડેલી આપદામાં ઈશ્વર સર્વેને સુરક્ષિત રાખે તેવી અભ્યર્થના. ગોચર ગ્રહો મુજબ અત્રે લખેલું કે ફેબ્રુઆરીમાં ગ્રહોના જમાવડા વચ્ચે આંદોલનો ઉગ્ર સ્વરૂપ પકડતા જોવા મળે, વળી આ દરમિયાન આંદોલનના હેતુના બારીકાઇ થી ખુલાસા થાય એ મુજબ હાલ ચાલી રહેલા આંદોલનના ઘણા ખુલાસા થવા લાગ્યા છે શનિ અને સૂર્ય સાથે આવે ત્યારે પ્રજા અને સરકાર વચ્ચે અંતરાય વધતો જોવા મળે જો કે 12 ફેબ્રુઆરી પછી ધીમે ધીમે ગ્રહો આગળ વધતા જશે તેમ તેમ આ બધી બાબતો માં સુધારો જોવા મળશે. 14 તારીખે બુધનો ઉદય થતા વૈચારિક રીતે પણ વિશ્વમાં સારા પગલાં લેવાતા અને સમાધાનકરી વલણ બનતું જોવા મળશે જે માર્ચના શરૂઆતના ભાગમાં અનેક સારી બાબતો લઈને આવશે પરંતુ સમગ્ર ફેબ્રુઆરી કાળજીપૂર્વક ચાલવા જેવું ગણી શકાય.