આજનું રાશિફળ : મહામારીમાં થી જલ્દી બહાર આવી શકીશું તેવું આશાનું કિરણ દેખાઈ રહ્યું છે

મેષ (અ,લ,ઈ) : દૂર દેશ થી સારા સમાચાર મળે,આગળ વધવાની તક મળે.
વૃષભ (બ,વ,ઉ) : જાત સાથે મનોમંથન કરી શકો ,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : તબિયતની કાળજી લેવી,ખાવા-પીવા માં ખ્યાલ રાખવો પડે.
કર્ક (ડ,હ) :પ્રણયમાર્ગે આગળ વધી શકો,પ્રિયપાત્ર થી વાત થાય.
સિંહ (મ,ટ) : જમીન મકાન મિત્ર સુખ સારું રહે,દિવસ લાભદાયક રહે.
કન્યા (પ ,ઠ,ણ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,પરિવાર સાથે આનંદ કરી શકો.
તુલા (ર,ત) : તમારા સૌમ્ય વાણી વર્તન થી કાર્ય સિદ્ધ થાય,આગળ વધી શકો .
વૃશ્ચિક (ન,ય) : કામકાજમાં મધ્યમ રહે, દિવસ એકંદરે શુભ રહે.
ધન (ધ,ભ,ફ,ઢ): કામકાજ માં નુકસાની ના જાય એ જોવું,ભાગીદારીમાં સાંભળવું.
મકર (ખ,જ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,લેખન વાંચન મંથન થી આનંદ મળે.
કુંભ (ગ ,સ,શ) :વેપારીવર્ગ ને મધ્યમ રહે,સ્ત્રી વર્ગ માટે પણ દિવસ ઉત્સાહજનક રહે.
મીન (દ,ચ,ઝ,થ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય,ધાર્મિક કાર્ય માં સહભાગી થઇ શકો.

અગાઉ લખ્યા મુજબ ધીમે ધીમે રોજિંદા જીવન તરફ લોકો પરત ફરી રહ્યા છે અને મહામારીમાં થી જલ્દી બહાર આવી શકીશું તેવું આશાનું કિરણ દેખાઈ રહ્યું છે વળી અમો અત્રે લખી ગયા મુજબ ઘણા દેશો માં પરિસ્થિતિ માં સુધારો આવતો જોવા મળી રહ્યો છે અને રિકવરી રેઈટ પણ ધીમે ધીમે સુધારી રહ્યો છે, જે દર્શાવે છે આગામી દિવસોમાં આપણે મહામારીને મહાત કરી શકીશું. ગોચર ગ્રહોની વાત કરીએ તો ગુરુ કેતુ અને પ્લુટોની યુતિ ધન રાશિમાં ચાલી રહી છે જયારે પ્રતિયુતિમાં શુક્ર અને રાહુ છે આમ પાંચ ગ્રહો યુતિ અને પ્રતિયુતિમાં અનેક રાજકીય ઘટનાક્રમ પણ આગળ વધારી રહ્યા છે.મઘા નક્ષત્રમાં ચાલી રહેલા સૂર્ય મહારાજ શ્રીકાર વર્ષ આપી રહ્યા છે તો વિદેશમાં ક્યાંક વાવાઝોડા સ્વરૂપે પણ ત્રાટકી રહ્યા છે. ચંદ્ર મહારાજ વૃશ્ચિક રાશિમાં આવવા થી મંગળ પોતાના ઘરમાં તેને આઠમી દ્રષ્ટિથી જુએ છે જે બે દિવસ પણ ઘણા મહત્વના બનાવે છે.એકંદરે હવે ધીમે ધીમે સમય સુધરી રહ્યો છે તેમાં શંકાને સ્થાન નથી.