આજનું રાશિફળ : મોદીજી આ મહિનાઓમાં પોતાની કારકિર્દીમાં સીમાચિહન ગણાય તેવા નિર્ણય લેતા જોવા મળશે

મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ) :જમીન-મકાન સુખ સારું રહે,આરામદાયક દિવસ.
સિંહ (મ,ટ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ મધ્યમ રહે ,પૈસા બાબત માં આયોજન કરવું પડે.
તુલા (ર,ત) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,સફળતા મેળવી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,પ્રગતિકારક દિવસ.
મકર (ખ ,જ ) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.

ફેબ્રુઆરીમાં જયારે સાત ગ્રહો મકરમાં એક સાથે એકત્ર થવા જઈ રહ્યા છે ત્યારે દેશ અને દુનિયા પર દૂરગામી અસર કરનાર બનશે, જે વિષે હું અગાઉ પણ લખી ચુક્યો છે. વર્ષો પછી થતા આ ગ્રહોના મહાસંમેલનમાં અનેક કડક નિર્ણય કરવામાં આવે છે અને તેનો અમલ પણ કરવામાં આવે છે આવા સમયે ભારતના મોભી આપણા વડાપ્રધાનને આ યુતિ ત્રીજા પરાક્રમસ્થાનમાં થી પસાર થઇ રહી છે. દ્રઢ મનોબળ ધરાવતા મોદીજી આ મહિનાઓમાં પોતાની કારકિર્દીમાં સીમાચિહન ગણાય તેવા નિર્ણય લેતા જોવા મળશે. જે રીતે ગ્રહો એકઠા થયા છે તે મુજબ તેમના નિર્ણયો વિદેશનીતિને લગતા,સીમા વિવાદ ને લગતા,આર્થિક સુધારાને લગતા અને કાયદાકીય ફેરફારને લગતા જોવા મળશે વળી તેઓ વધુ સક્રિય બની ત્વરાથી આ નિર્ણયોનો અમલ કરાવતા જોવા મળશે અને તેમના નિર્ણયોની અસર સમગ્ર વિશ્વ પર પડતી જોવા મળશે તેમના આ નિર્ણયો તેમના કાર્યકાળના મહત્વના નિર્ણયો સાબિત થશે.