આજનું રાશિફળ : રાજનીતિમાં વધુ ઉગ્રતા : ભારતની પ્રગતિમાં હરણફાળ જોવા મળશે

મેષ (અ,લ,ઈ) : નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
મિથુન (ક,છ,ઘ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે વિલંબ જોવા મળે.
કર્ક (ડ,હ) : પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
સિંહ (મ,ટ) : ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
કન્યા (પ,ઠ,ણ) : અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : સવાર બાજુ વ્યસ્તતા રહે,સાંજ ખુશનુમા વીતે,શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): વિદેશ જવા ઇચ્છતા મિત્રો ને થોડા વિલંબ નો સામનો કરવો પડે.
મકર (ખ,જ) : વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય.
કુંભ (ગ,સ,શ ) : તમે તમારી જાત સાથે રહી શકો,મનોમંથન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.

અગાઉ લખ્યા મુજબ ગુરુના ઉદય પછી હવે શનિ મહારાજનો પણ ઉદય થઇ રહ્યો છે જે ન્યાયાલયને ફરી વધુ સક્રિય કરશે અને ચુકાદાઓ સીમાવર્તી બનશે. શનિના ઉદય થવા સાથે જ ભારતીય રેલ પણ આળસ મરડી ફરી બેઠી થઇ રહી છે તો બીજી તરફ મકરમાં થી ગ્રહોની વિદાય સાથે સાથે પરિસ્થિતિ થાળે પડતી જોવા મળશે જો કે સ્વગૃહી શનિ મહારાજ રાજનીતિનો માહોલ ઉગ્ર બનાવી રહ્યા છે અને રાજનીતિમાં વધુ ઉગ્રતા જોવા મળશે તો બીજી તરફ 21 ફેબ્રુઆરીના મંગળ મહારાજ પોતાની રાશિ મેષમાં થી વૃષભમાં પ્રવેશ કરી રહ્યા છે જે ભારતની કુંડળીને સાનુકૂળ સ્થિતિ બને છે તેથી ભારતની પ્રગતિમાં હરણફાળ જોવા મળશે. મહા માસ બેસતા સાથે ગુપ્ત નવરાત્રી શરુ થઇ ગઈ છે. વર્ષમાં કુલ ચાર નવરાત્રિ હોય છે. ચૈત્ર અને શારદીય નવરાત્રિ વધુ પ્રસિદ્ધ છે. આ ઉપરાંત વર્ષમાં બે વાર ગુપ્ત નવરાત્રિ પણ ઉજવવામાં આવે છે જે મહા અને અષાઢ મહિનામાં આવે છે. આ વખતે નવરાત્રિના નવ દિવસ નહીં પરંતુ દશ દિવસ છે કારણ કે ષષ્ઠી તિથિ બે દિવસ છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાના નવરૂપ સાથે જ તેમની દશ મહાવિદ્યાઓની પણ પૂજા થાય છે. ગુપ્ત નવરાત્રિમાં પૂજાને જેટલી વધુ ગુપ્ત રીતે કરવામાં આવે તે પૂજાનું એટલું જ વધુ ફળ મળે છે. આ વર્ષે મહા મહિનાની ગુપ્ત નવરાત્રિમાં અનેક શુભ યોગ બની રહ્યા છે.