આજનું રાશિફળ : રાહુ સાથે આવતા તેની યુદ્ધનીતિમાં કપટ ભળતું જોવા મળે

મેષ (અ,લ,ઈ) : ખર્ચ પર અંકુશ રાખવો,વિચારી ને યોગ્ય નિર્ણય કરવા.
વૃષભ (બ,વ,ઉ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,દિવસ લાભદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) : નોકરિયાતવર્ગને યોગ્ય કામગીરી મળે અને સરાહના થાય.
કર્ક (ડ,હ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આગળ વધવાની તક મળે.
સિંહ (મ,ટ) : દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.
કન્યા (પ,ઠ,ણ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,પ્રગતિકારક દિવસ.
વૃશ્ચિક (ન,ય) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મકર (ખ,જ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,ભાઈ ભાંડુ સુખ સારું રહે.
કુંભ (ગ,સ,શ ) : આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
મીન (દ,ચ,ઝ,થ): તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

ગોચર ગ્રહોની ચાલને સૂક્ષ્મતાથી જોવામાં આવે તો ઘણા રહસ્યો પરથી પરદો હટતો જોવા મળે. જેમકે હાલમાં મંગળ-રાહુની યુતિ શુક્રના ઘરમાં ચાલી રહી છે. મંગળએ દ્રઢનિશ્ચય વાળો ગ્રહ છે મંગળ સેનાપતિ છે, મંગળ લડાયક છે પણ રાહુ સાથે આવતા તેની યુદ્ધનીતિમાં કપટ ભળતું જોવા મળે છે વળી આ યુતિ શુક્રના ઘરમાં આવવાથી મંગળ જે રમતવીર છે જે લડાયક છે જે તબીબી જ્ઞાન ધરાવે છે જે કસરતી છે જે શિસ્તમાં માને છે જે ગુસ્સા વાળો છે તે અચાનક સૌમ્ય બનતો જોવા મળે છે અને યુક્તિ પૂર્વક ભોગ વિલાસ તરફ વળતો જોવા મળે છે. આ સંદર્ભમાં ગોરખનાથ અને તેના ગુરુ મત્સ્યેન્દ્રનાથનો જાણીતો કિસ્સો સમજવા જેવો છે. યોગિક કક્ષાએ પહોંચેલા મત્સ્યેન્દ્રનાથ શૃંગાર અને પ્રેમના મોહને લીધે પોતાના શરીરને પણ ભૂલી ગયા અને રંગ-રાગમાં ડૂબી ગયા. ગુરૂની શોધ કરવા નીકળેલા ગોરખનાથ (ગોરક્ષ) ફરતાં-ફરતાં ત્યાં આવી ગુરૂને આ મોહમાંથી બ્હાર કાઢવાનો પ્રયત્ન કરે છે. ગોરખ રાણીઓને સંગીત વિદ્યા શીખવવા તેમના અંત:પુરમાં રહે છે. અને લાગ જોઇને ગુરૂ મછંદરને તત્વબોધ વડે સમજાવે છે. મછંદરને વિષય વાસના દૂર થાય છે અને એ પોતાના પ્રથમ શરીરમાં પાછા ફરે છે. જયારે મંગળ શુક્રના ઘરમાં આવે છે ત્યારે તે વ્યક્તિને કોઈ ને કોઈ રીતે કલા શૃંગાર અને ભોગ તરફ લઇ જાય છે અને તેનો લડાયક જુસ્સો અને શિસ્ત શમાવી દે છે જેથી તેને ફરી તેમનો મૂળ સ્વભાવ યાદ કરાવવો પડે છે.