આજનું રાશિફળ : લોકોને આજીવિકા બાબતમાં વધુ મુશ્કેલી

મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
વૃષભ (બ,વ,ઉ) : તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.
મિથુન (ક,છ,ઘ) : ખર્ચ પર અંકુશ રાખવો,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
કર્ક (ડ,હ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.
સિંહ (મ,ટ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

અગાઉ લખ્યા મુજબ સુશાંતસિંહ કેઈસમાં સામે આવેલ રિયા ચક્રવર્તીની ડ્રગ્સ મામલે ધરપકડ કરવામાં આવી છે, આ સિવાય હજુ ઘણા ચહેરા સામ આવવાના બાકી છે અને રાજનીતિ વધુ ગરમ થવાની છે જે હું અગાઉ પણ લખી ચુક્યો છું વળી મહારાષ્ટ્ર સરકાર પણ વધુને વધુ ભીંસમાં આવતી જોવા મળશે અને આગામી દિવસોમાં સરકાર ચલાવવી મુશ્કેલ થાય તેવી સ્થિતિ જોવા મળશે. ભારત ચીન વિષે વાત કરીએ તો છેલ્લા છ માસ થી અત્રે લખ્યા મુજબ આ સંઘર્ષ વધતો જોવા મળશે અને હવે મંગળ વક્રી થતા વધુ આક્રમક રીતે સંઘર્ષ થતો જોવા મળશે આગામી દિવસોમાં વધુ લશ્કરી કાર્યવાહી જોવા મળશે.વળી 23 સપ્ટેમ્બર થી કાળપુરુષની બીજી રાશિમાં રાહુ આવવાથી આર્થિક બાબતોમાં તકલીફ પડતી જોવા મળે અને દશમી આજીવિકાની રાશિમાં શનિ હોવા થી લોકોને આજીવિકા બાબતમાં વધુ મુશ્કેલી પડતી જોવા મળે જો કે આગામી સમય મહામારીને હળવી કરનારો બની રહેશે.