આજનું રાશિફળ : વિદ્યાર્થીવર્ગ માટે હવે ઘણા સારા સમાચાર આવી શકે

મેષ (અ,લ,ઈ) : આંતરિક શક્તિ વધે, દિવ્ય લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
વૃષભ (બ,વ,ઉ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથ માં આવે.
મિથુન (ક,છ,ઘ) : માનસિક વ્યગ્રતા રહે,મન નું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કર્ક (ડ,હ) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
સિંહ (મ,ટ) : તબિયતની કાળજી લેવી, ખાણી પીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : પરિવાર સાથે સમય વિતાવી શકો ,દિવસ આનંદ માં પસાર કરી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): તમારા સૌમ્ય વાણી-વર્તનથી લાભ થાય,પ્રગતિકારક દિવસ રહે.
મકર (ખ ,જ ) : તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો,કામકાજમાં સફળતા મળે.
કુંભ (ગ ,સ,શ ) : ખર્ચ પર અંકુશ રાખવો પડે,આવક જાવક નો મેળ કરવો જરૂરી.
મીન (દ ,ચ ,ઝ ,થ): આકસ્મિત લાભ થાય,ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો.

તા.9 ફેબ્રુઆરીના રાત્રે 8.31 મિનિટે ચંદ્ર મકરમાં આવવા સાથે મકરમાં સાત ગ્રહોની યુતિ શરુ થઇ ગઈ છે. બહુ ઝડપથી ચાલતા મનના કારક એવા ચંદ્ર મહારાજ સવા બે દિવસ માટે મકરમાં રહેશે જેથી ત્યાં સાત ગ્રહોની યુતિ સર્જાશે વળી મનના કારક ચંદ્ર સાથે હોવાથી આ યુતિની માનસિક અસર પણ જોવા મળશે. જો કે સારી વાત એ છે કે 12 ફેબ્રુઆરીના ના આ યુતિમાં થી ચંદ્ર વિદાય લેશે ત્યારબાદ 13 ફેબ્રુઆરીના સૂર્ય મહારાજ પણ વિદાય લેશે અને એક પછી એક ગ્રહ મકર રાશિમાં થી બહાર આવતા જોવા મળશે અને પરિસ્થિતિ થાળે પડતી જોવા મળશે. જો કે આગામી એક અઠવાડિયું આ યુતિની અસરોમાં ઘટનાક્રમ આગળ વધતો જોવા મળશે. આવતીકાલે ગુરુવારે દર્શ અમાવાસ્યા છે વળી ગુરુ મહારાજ ઉદય પામી રહ્યા છે જે રાહતની વાત છે ખાસ કરીને વિદ્યાર્થીવર્ગ માટે હવે ઘણા સારા સમાચાર આવી શકે છે. જનજીવનમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર થતો જોવા મળશે.