આજનું રાશિફળ : વિશ્વની પ્રખ્યાત કહી શકાય તેવી બેંકો પણ આ સમયમાં ફડચામાં આવતી જોવા મળશે

મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.
વૃષભ (બ,વ,ઉ) : મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.
કર્ક (ડ,હ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ) : તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.
તુલા (ર,ત) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): વિવાનહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે.
મકર (ખ,જ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો.

બહુ અગાઉ લખ્યા મુજબ હાથરસ જેવી અનેક ઘટનાઓમાં તંત્ર અને પ્રજા સામસામે આવતા જોવા મળે છે વળી પોલીસની કામગીરી વધતી જાય છે હજુ રાહુ મહારાજ શુક્રના ઘરમાં આગળ વધશે તેમ બહેનોની સુરક્ષા માટે તંત્રએ વધુ પગલાં ભરવાની જરૂર ઉભી થશે, આ સમયમાં ઉચ્ચ અધિકારીઓ પણ તંત્રની ઝપટ માં આવતા અને કાર્યવાહી થતી જોવા મળશે. વળી આ સમય માં આર્થિક ગુન્હાઓ પણ વધતા જોવા મળશે બેંકો સાથે ઠગાઈ થશે અને બેંકો મુશ્કેલીમાં આવતી જોવા મળશે જેથી રિસર્વ બેંકે આગામી સમયમાં કડક નિયમો લાવવા પડશે મુદ્રાની સ્થિતિ અને આભાસી મુદ્રા બાબતે પણ પ્રશ્નો થતા અને ફ્રોડ થતા જોવા મળશે. વિશ્વની પ્રખ્યાત કહી શકાય તેવી બેંકો પણ આ સમયમાં ફડચામાં આવતી જોવા મળશે. અમેરિકાની ચૂંટણીની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ કરતા હાલ જો બિડનના ગ્રહ જોર કરે છે જે ચૂંટણીમાં તેને વિજયી બનાવી શકે. ભારત માટે હજુ પાકિસ્તાન અને ચીન સીમા સરદર્દ બની રહેશે તથા સેનાએ વધુ સતર્ક રહેવું પડશે.