આજનું રાશિફળ : વિશ્વમાં આગજનીનાં બનાવોમાં વૃધ્ધી થતી જોવા મળે

મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
વૃષભ (બ,વ,ઉ) : તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.
મિથુન (ક,છ,ઘ) : ખર્ચ પર અંકુશ રાખવો,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
કર્ક (ડ,હ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.
સિંહ (મ,ટ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન .

અગાઉ લખ્યા મુજબ વાઇરસ તેના નવા નવા સ્વરૂપો દર્શાવી રહ્યો છે, મંગળ રાહુ ના અંગારકયોગના ફળ સ્વરૂપ તેમાં ઘણા ફેરફાર આવી શકે તેમ છે માટે વધુ કાળજીપૂર્વ ચાલવું જરૂરી બને છે વળી મંગળ અને રાહુએ આતંકી કાવતરા પણ દર્શાવે જે અત્રે લખેલું તે મુજબ અનેક આતંકી કાવતરા સામે આવી રહ્યા છે હજુ આગામી દિવસોમાં સુરક્ષા એજન્સીઓએ વધુ સાવધાન રહેવું પડશે. મંગળ-રાહુ યુતિના ફળ સ્વરૂપ પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં એકધારો વધારો થઇ રહ્યો છે વળી આ સમયમાં પેટ્રોલિયમ ભરેલી જગ્યાએ અકસ્માત થવાના આગજની થવાના અને ખાસ તો તેલના કુવાઓમાં પણ અકસ્માત કે આગજની થવાના બનાવો બની શકે છે. આ ઉપરાંત વિશ્વમાં આગજનીના બનાવોમાં વૃદ્ધિ થતી જોવા મળે અને જંગલમાં પણ દવ લાગવાના બનાવ બને. વિશ્વના અનેક ભાગોમાં આંતરિક સુરક્ષા પર પણ વધુ ભાર મુકવો પડે અને આંદોલનો હુલ્લડથી નુકસાન ના થાય તેની કાળજી રાખવી પડે. મંગળ-રાહુ યુતિ થવા જઈ રહી છે ત્યારેજ આઇપીએલ ઓક્સન થયું છે જે આગામી આઇપીએલને અનેક રીતે પ્રશ્નાર્થોમાં મુકશે અને આઇપીએલમાં ખેલ ઉપરાંત તેની બીજી બાજુ પણ ઉજાગર થતી જોવા મળશે વળી કેટલાક ખેલાડીઓ મુશ્કેલીમાં મુકાતા પણ જોવા મળશે. જેન્ટલમેન ગેઇમ ગણાતા ક્રિકેટમાં ઘણા ના ગમે તેવા પાસ પણ આઇપીએલમાં જોવા મળે.