આજનું રાશિફળ : વોટ્સઅપ્પ તેની નવી પોલીસીના લીધે વિવાદમાં છે જેમાં તેને ફેરફાર કરવો જ પડશે અન્યથા તેને ઘણું નુકસાન વેઠવું પડશે

મેષ (અ,લ,ઈ) : ખર્ચ પર અંકુશ રાખવો,વિચારી ને યોગ્ય નિર્ણય કરવા.
વૃષભ (બ,વ,ઉ) : સગા સ્નેહી મિત્રો થી સારું રહે,દિવસ લાભદાયક રહે.
મિથુન (ક,છ,ઘ) : નોકરિયાતવર્ગને યોગ્ય કામગીરી મળે અને સરાહના થાય.
કર્ક (ડ,હ) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આગળ વધવાની તક મળે.
સિંહ (મ,ટ) : દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.
કન્યા (પ,ઠ,ણ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,પ્રગતિકારક દિવસ.
વૃશ્ચિક (ન,ય) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મકર (ખ,જ) : રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,ભાઈ ભાંડુ સુખ સારું રહે.
કુંભ (ગ,સ,શ ) : આર્થિક બાબતોમાં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
મીન (દ,ચ,ઝ,થ): તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો.

અગાઉ લખ્યા મુજબ મકરમાં બુધની ડિગ્રી વધવા સાથે શેરબજાર થોડું ઢીલું પડ્યું છે હજુ આગામી સપ્તાહ બુધના કુંભ પ્રવેશ સાથે વધુ ઢીલું પડતું જોવા મળશે જો કે ગોચર ગ્રહો સંકેત આપે છે કે શેર બજારમાં નોંધનીય ચડઉત્તર જોવા મળશે જે હું અત્રે પહેલા જ લખી ચુક્યો છું. પાકિસ્તાનમાં એક પછી એક પીડા આવતી જાય છે જે વિષે અત્રે મેં જણાવ્યું હતું સિંધ પ્રાંતમાં પણ પાક વિરોધી પ્રદર્શન ચાલુ થયા છે તો મલેશિયામાં પ્લેન જપ્ત થવાની ઘટના પણ પાક સરકાર માટે બટટા સમાન છે વળી સાઉદી અરબે પણ તેની લોન જલ્દી પરત કરવા કહ્યું છે. જો કે તેમની હાલની સ્થિતિ અનેક રીતે ખરાબ છે તો હાલ ચાલી રહેલા છ ગ્રહોની યુતિના સમયમાં ભારત અનેક રીતે પ્રગતિના પંથે છે અને આગામી ફેબ્રુઆરી પછી તેના નક્કર પરિણામો પણ આપણને મળતા જોવા મળશે. ગોચર ગ્રહોના સંકેતો જોઈએ તો વોટ્સઅપ્પ તેની નવી પોલીસીના લીધે વિવાદમાં છે જેમાં તેને ફેરફાર કરવો જ પડશે અન્યથા તેને ઘણું નુકસાન વેઠવું પડશે તેવા સંકેતો પ્રાપ્ત થાય છે.