આજનું રાશિફળ : વ્યક્તિમાં અહમ આવે છે ત્યારે અંદરથી તેનું તૂટવાનું શરુ થઇ જાય છે

મેષ (અ,લ,ઈ) : સંતાન અંગે સારું રહે,પરિવાર માં આનંદ રહે ,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક રહે.
મિથુન (ક,છ,ઘ) : નવા કાર્યનું આયોજન કરી શકો,શુભ દિન,લાભ થાય.
કર્ક (ડ,હ) : આર્થિક આયોજન કરી શકો,મનોમંથન કરી શકો.
સિંહ (મ,ટ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય.
કન્યા (પ ,ઠ ,ણ) : ખર્ચ પર અંકુશ રાખવો,બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે.
તુલા (ર,ત) : તમારી દિનચર્યા સુધારી શકો, દિવસ દરમિયાન પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, શુભ દીવસ.
ધન (ધ,ભ,ફ,ઢ ): ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો .
મકર (ખ,જ) : વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો,વિવાદ નિવારી શકો,મધ્યમ દિવસ .
કુંભ (ગ ,સ,શ) :આંતરિક જીવનમાં સારું રહે,સબંધો માં સુલેહ થી ચાલી શકો.
મીન (દ,ચ,ઝ,થ): હિતશત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું ,મધ્યમ દિવસ.

કાળ અને કાળપુરુષની સમજવા બહુ કઠિન છે. કાળની ગર્તામાં યુગો જતા રહ્યા છે. કાળ સ્વયં કાળને પણ ખાય છે. એક સમયે ધબકતા મહેલો ખંડેર બની જતા હોય છે. ભૂતિયા બની ગયેલા ખંડેરોનું ભુતીયાપણું એને ફરી મહેલ બનાવી શકતું નથી પણ એ જ ભુતીયાપણું તેનું રક્ષક બની જાય છે અને ખંડેર ને ખંડેર તરીકે જીવાડે છે. કોઈ બુલંદ ઇમારત અહમ ના કરી શકે કેમ કે એક દિવસ તેનું ખડેર થવું નિશ્ચિત છે અને આ જ વાત મનુષ્યને પણ લાગુ પડે છે. ગ્રહોની ભાષા માં પણ અહમ એ રાહુનો દ્યોતક છે જયારે વ્યક્તિમાં અહમ આવે છે ત્યારે અંદરથી તેનું તૂટવાનું શરુ થઇ જાય છે. દંડનાયક શનિ મહારાજ મહાયમ પ્લુટોથી અંશાંતમક રીતે દૂર જતા જાય છે જે રાહતની વાત છે ગુરુ મહારાજ તો અતિચારી ગતિ થી ઘણા આગળ નીકળી ચુક્યા છે એટલે મકરમાં હોવા છતાં પ્લુટો શનિ અને ગુરુ વચ્ચે ખાસ્સું અંતર થઇ ગયું છે જે એપ્રિલ સુધીંમાં સ્થિતિને ઘણી કાબુમાં લઇ લેશે.