આજનું રાશિફળ : શરદ પૂર્ણિમાએ ચંદ્ર પોતાની સોળ કળાઓથી અમૃતની વર્ષા કરે છે

મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં સારું રહે,મનની વાત સારી રીતે વ્યક્ત કરી શકો.
વૃષભ (બ,વ,ઉ) : મનોમંથન કરી શકો,મુશ્કેલીમાં થી માર્ગ મળે,મધ્યમ દિવસ.
મિથુન (ક,છ,ઘ) : અટકેલા કાર્ય માટે બુદ્ધિપૂર્વક કુનેહ થી રસ્તા કાઢવા પડે.
કર્ક (ડ,હ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ) : તમારા કાર્યમાં અંતરાયો દૂર કરી આગળ વધી શકો,શુભ દિન.
કન્યા (પ,ઠ,ણ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,દિવસ એકંદરે સારો રહે.
તુલા (ર,ત) : દામ્પત્યજીવનમાં સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
વૃશ્ચિક (ન,ય) : મનમાં દ્વિધા રહ્યા કરે,ચોક્કસ નિર્ણય પર ના આવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): વિવાનહયોગ્ય મિત્રો માટે શુભ સમય,સારી વાત આવી શકે છે.
મકર (ખ,જ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ પ્રમોદ માં વીતે.
કુંભ (ગ,સ,શ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): સામાજિક કૌટુંબિક કાર્ય થાય,પરિવાર સાથે આનંદ માણી શકો.

ગોચર ગ્રહોની અસર નીચે જાહેર જીવનમાં બેફામ નિવેદનો થઇ રહ્યા છે વળી આતંકવાદ ફરી માથું ઉંચકી રહયો છે અને અગાઉ લખ્યા મુજબ ભારત સહીત વિશ્વના અનેક દેશોમાં કોઈને કોઈ કારણોસર આંદોલન થઈ રહ્યા છે વળી ગુન્હાહિત પ્રવૃત્તિ પણ વિપુલ પ્રમાણમાં જોવા મળી રહી છે. આજે શનિવારને શરદ પૂનમ છે. શરદ પૂર્ણિમાએ ચંદ્ર પોતાની સોળ કળાઓથી અમૃતની વર્ષા કરે છે. આ રાતે ઔષધીઓ ચંદ્રના પ્રકાશ દ્વારા ઝડપથી પોતાનામાં અમૃત ગ્રહણ કરવા લાગે છે, એટલે આ દિવસે ચંદ્રનો પ્રભાવ ધરાવતી વસ્તુઓ એટલે દૂધથી બનેલી ખીર બનાવવામાં આવે છે અને ચાંદીના વાસણમાં ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે. આવું કરવાથી તેમાં ઔષધીય ગુણ આવી જાય છે જે ખીરને ખાવાથી રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે, જેનાથી અનેક પ્રકારની બીમારીઓથી રાહત મળે છે. આ દિવસે દૂધ પૌંઆ ખાવાની પરંપરા છે.જે મન અને શરીરને ખુબ જ શીતળતા આપે છે.શરદ પૂનમ પછી ઉપયોગમાં લેવામાં આવતી વનસ્પતિમાં અદભુત દિવ્યતા જોવા મળે છે.