આજનું રાશિફળ : શુક્ર અને બુધ બંને અસ્તના થતા હોય મોટી વસ્તુઓ લેવા જેવો સમય નથી

મેષ (અ,લ,ઈ) : કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.
વૃષભ (બ,વ,ઉ) : પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો.
મિથુન (ક,છ,ઘ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
કર્ક (ડ,હ) : નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
સિંહ (મ,ટ) : આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) : દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય.
વૃશ્ચિક (ન ,ય) : નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.
મકર (ખ,જ) : ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) : મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,સુંદર દિવસ.

મંગળ અને રાહુ બંને અંશાત્મક રીતે સાવ નજીક આવી ચુક્યા છે. જે જનજીવનને ખુબ પ્રભાવિત કરે છે વળી આ જ અસર નીચે મહારાષ્ટ્રરની મુંબઈની મોલમાં આવેલી કોવીડ હોસ્પિટલમાં પણ મોટી આગ લાગવા પામી છે. શુક્ર મહારાજ અસ્તના ચાલી રહ્યા છે જયારે બુધ મહારાજ 30 માર્ચને મંગળવારે અસ્તના થાય છે અને 31 માર્ચે મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં તેઓ નીચસ્થ બનશે. શુક્ર અને બુધ બંને અસ્તના થતા હોય હમણાં મોટી વસ્તુઓ કે ગેઝેટ્સ લેવા જેવો સમય નથી. આ સમયમાં મોજશોખ માટે કોઈ ગેઝેટ્સ લેવાનું ટાળવું જોઈએ. શેર બજાર હાલમાં તેજીમાં ચાલી રહ્યું છે પરંતુ બુધના અસ્ત થવા અને નીચસ્થ થવા સાથે આ આગેકૂચ માં બ્રેક લગતી જોવા મળશે વળી ઓલઓવર બજાર દબાતું જોવા મળશે. વળી બુધ મહારાજ આયાત નિકાસ બેન્ક વાણિજ્ય દર્શાવતા હોય આ વિષયોમાં તકલીફ પડતી જોવા મળે આ ઉપરાંત બુધ કમ્યુનિકેશન પણ બતાવે છે જેથી ઘણી જગ્યાએ કમ્યુનિકેશન ખોરવાતું જોવા મળે. નીચસ્થ બુધની અસર નીચે ઘણા નામી લોકો સોશ્યિલ મીડિયા પર નિષ્ક્રિય થતા પણ જોવા મળશે.