આજનું રાશિફળ : સોનુ ચાંદી અને નવા વર્ષના ચોપડા લાવવા માટેના શુભ મુહૂર્ત આજે

મેષ (અ,લ,ઈ) : પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મિથુન (ક,છ,ઘ) : તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.
સિંહ (મ,ટ) : વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.
કન્યા (પ ,ઠ ,ણ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
ધન (ધ,ભ,ફ,ઢ ): દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.
મકર (ખ,જ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) :તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.

આજરોજ સાતમ છે. સોનુ ચાંદી અને નવા વર્ષના ચોપડા લાવવા માટેના શુભ મુહૂર્ત આજે છે. બુધ મહારાજના માર્ગી થવા સાથે અને શુક્રની કન્યામાં ડિગ્રી વધવા સાથે સોના ચાંદીના ભાવમાં વધારો પણ આવશે વળી નવેમ્બર માસ જેમ જેમ આગળ વધશે તેમ તેમાં તેજી જોવા મળશે. શેર બજારમાં પણ તેજી ની અસર જોવા મળે.17 નવેમ્બરના રોજ શુક્ર મહારાજ તુલા માં પ્રવેશ કરશે જ્યાં તેઓ સ્વગૃહી બની સારું પરિણામ આપતા જોવા મળશે. હાલમાં ગોચર માં ગુરુ અને શનિ સ્વગૃહી ચાલી રહ્યા છે વળી નવેમ્બરમાં ગુરુ મહારાજ નીચસ્થ થવા જઈ રહ્યા છે જે ભારતના પાડોશી દેશો સાથેના સંબંધ તંગ બનાવી રહ્યા છે આગામી દિવસોમાં પાકિસ્તાન અને ચીન સાથે સબંધો વધુ સંઘર્ષ પૂર્ણ થાય તેવા સંકેત પ્રાપ્ત થઇ રહ્યા છે વળી નેપાળ જેવા દેશ પણ ભારતની સામે આંખ ઉંચી કરતા થયા છે જેને યોગ્ય નીતિથી ડામવા જ રહ્યા પરંતુ આગામી 3 માસ જેવો સમય હજુ સ્થિતિ સંઘર્ષપૂર્ણ રહે તેવી પુરી શક્યતાઓ રહેલી છે.