આજનું રાશિફળ : સોમવારે ૧૪ ડિસેમ્બરે દર્શ અમાસ

મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ)            :જમીન-મકાન સુખ સારું રહે,આરામદાયક દિવસ.
સિંહ (મ,ટ) :  સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ મધ્યમ રહે ,પૈસા બાબત માં આયોજન કરવું પડે.
તુલા (ર,ત) :  કાર્યસિદ્ધિ આપતો દિવસ,સફળતા મેળવી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,પ્રગતિકારક દિવસ.
મકર (ખ ,જ ) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.

૧૧ ડિસેમ્બરને શુક્રવાર ઉત્પત્તિ એકાદશી છે,આગામી સોમવારે ૧૪ ડિસેમ્બરે દર્શ અમાસ છે જેથી સોમવતી અમાસ બને છે, વળી તે જ દિવસે ખગ્રાસ સૂર્યગ્રહણ પણ બની રહ્યું છે અને માગશર માસના પ્રારંભ સાથે જ ૧૫ ડિસેમ્બરને મંગળવારે સૂર્ય મહારાજ ગુરુના ઘરની ધન રાશિમાં પ્રવેશ કરશે જેથી ધનારખનો પ્રારંભ થશે. ત્યારબાદ ૧૭ ડિસેમ્બરના બુધ મહારાજ પણ ધન રાશિમાં પ્રવેશ કરશે જેથી બુધાદિત્ય યોગની રચના થશે. ટૂંકમાં આગામી એક સપ્તાહમાં ગ્રહણ સહીત ગોચર ગ્રહોમાં ઘણા ફેરફાર આવી રહ્યા છે વળી ૨૧ ડિસેમ્બરના ગુરુ અને શનિ ખુબજ નજીક આવશે જેની અસર વાતારવરણ પર અત્યારથી જ જોવા મળે છે. સાધના માર્ગે સોમવતી અમાસનું વિશેષ મહત્વ છે વળી આ જ દિવસે સૂર્ય ગ્રહણ હોવાથી તેનું મહત્વ વિશેષ બને છે કેમ કે કેટલીક સાધનાઓ ગ્રહણ કાળમાં જ કરવાની હોય છે આમ સોમવતી અમાસ અને ખગ્રાસ સૂર્યગ્રહણ ૧૪ ડિસેમ્બરને સોમવારે આવે છે જે દિવસ સાધના માટે અતિ અતિ ફળદાયી અને મહત્વનો ગણી શકાય.