આજનું રાશિફળ : હવેના યુદ્ધો માત્ર જમીન કે દરિયા પૂરતા સીમિત ના રહેતા અંતરિક્ષમાં લડાવાના

મેષ (અ,લ,ઈ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.
કર્ક (ડ,હ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે,સાંજ ખુશનુમા વીતે.
કન્યા (પ ,ઠ ,ણ) : આવક કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.
તુલા (ર,ત) તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
ધન (ધ,ભ,ફ,ઢ ): સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,મતભેદ દૂર કરી શકો.
મકર (ખ,જ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
કુંભ (ગ ,સ,શ) :હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મીન (દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

અગાઉ લખ્યા મુજબ ગુરુ મહારાજ જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ ચીન સાથે સમજૂતી બની રહી છે અને હવે એક પછી એક ગ્રહ મહાસંમેલનમાં થી વિદાઈ લઇ રહ્યા છે જે રાહતની વાત છે જો કે મંગળ અને રાહુ યુતિએ વાયરસમાં જે મ્યુટેશન આપ્યું છે તે થોડો સમય વધુ સતર્ક રહેવાની સૂચના ગણી શકાય. મંગળ અને રાહુની યુતિ વૃષભમાં તથા વૃશ્ચિકમાં કેતુ મહારાજ પસાર થઇ રહ્યા છે જે દર્શાવે છે કે વિશ્વના તમામ દેશો હવે અંતરિક્ષની લડાઈ માટે તૈયાર થઇ રહ્યા છે અને હવે પછી ની લડાઈ માં ઉપગ્રહોની ભૂમિકા મહત્વની રહેશે માટે મહાસત્તાઓ અંતરિક્ષમાં ઉપગ્રહો લગાવવાની હોડમાં ઉતરી ચુકી છે તો અનેક દેશે અંતરિક્ષ માટે પોતાની અલગ ફોર્સ બનાવી છે જેને સ્પેસ ફોર્સ કહેવામાં આવે છે તે ઉપગ્રહોને તોડી પાડવા પણ સક્ષમ હશે. આગામી સમયનો મિજાજ સમજીએ તો હવેના યુદ્ધો માત્ર જમીન કે દરિયા પૂરતા સીમિત ના રહેતા અંતરિક્ષમાં લડાવાના છે તે હાલના ગોચર ગ્રહોને આધારે સમજી શકાય છે.