આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા મેળવી શકો.
વૃષભ (બ,વ,ઉ) : શત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
કર્ક (ડ,હ) : જમીન-મકાન-વાહન સુખ સારું રહે,આરામદાયક દિવસ.
સિંહ (મ,ટ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
કન્યા (પ ,ઠ ,ણ ) : બેન્ક બેલેન્સ વધારી શકો,પૈસા બાબત માં સારું રહે.
તુલા (ર,ત) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,સફળતા મેળવી શકો.
વૃશ્ચિક (ન ,ય ) : તમારા પૈસા અટવાતા-ફસાતા જણાય , સિફત થી કામ લેવું.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): સગા સ્નેહી મિત્રો થી સારું રહે,પ્રગતિકારક દિવસ.
મકર (ખ ,જ ) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
કુંભ (ગ ,સ,શ ) : પોઝિટિવ વિચારો થી સારું રહે, લાભદાયક દિવસ.
મીન (દ ,ચ ,ઝ ,થ): નસીબ સાથ આપતું જણાય,ધાર્યા કામ પાર પાડી શકો.

અગાઉ લખ્યા મુજબ જાસૂસી અને સાયબર એટેકના કિસ્સા વધતા જોવા મળે છે વળી આ વખતે અમારા લખ્યા બાદ સરકારના મહત્વના ડેટા જ્યાં હોય છે તે એનઆઈસી પર સાયબર એટેક થવા પામ્યો છે હાલના ગોચર ગ્રહોની સ્થિતિમાં અમોએ જણાવેલું કે આ ગ્રહદશામાં જાસૂસીના અનેક કિસ્સા બહાર આવશે વળી રાહુ કમ્યુનિકેશનની રાશિમાં હોવા થી ડિજિટલી પણ આ બધું શક્ય બને છે વળી બુધના તુલા માં પ્રવેશ બાદ ડિજિટલ ફ્રોડ પણ વધતા જોવા મળશે અને મોટી બેંકો તેનું નિશાન બનશે આ ઉપરાંત સરકારી એજન્સીઓ અને મહત્વના સુરક્ષા ડેટાની કાળજી પણ રાખવી પડશે. રાહુના વૃષભ રાશિમાં પ્રવેશ પછી ક્યારેક બેન્ક સાથેનો વ્યવહાર કઠિન થતો જોવા મળે વળી બેંકો સાથે પણ ફ્રોડના કિસ્સા વધતા જોવા મળે. આજે ચંદ્ર તુલા માં આવવા સાથે ચંદ્ર અને શુક્ર વચ્ચે પરિવર્તન યોગ રચાય છે જે ચંદ્ર થી દસમ સ્થાન સાથે રચાશે જે સુંદર યોગ બની રહ્યો છે અને સુંદર ઉર્જા વહન કરનાર બને છે.