આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
વૃષભ (બ,વ,ઉ) : તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.
મિથુન (ક,છ,ઘ) : ખર્ચ પર અંકુશ રાખવો,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
કર્ક (ડ,હ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.
સિંહ (મ,ટ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.

મંગળ મહારાજ વક્રી થઇ મીનમાં પ્રવેશ્યા તેની ઘણી વિપરીત અસરો વિવિધ ક્ષેત્રમાં જોવા મળી રહી છે.ખાસ કરી ને મંગળનો અમલ પોલીસ,સેના વિવિધ ફોર્સીસ પર,સીમા પર,મેડિકલ ક્ષેત્રે અને રમત ગમત માં જોવા મળે છે. આ ઉપરાંત બહુ અગાઉ અમે લખેલું કે રાહુ-કેતુ ના પરિવર્તન સાથે આંદોલનોનો પવન ફુંકાશે એ મુજબ અનેક આંદોલનના મંડાણ થઇ રહ્યા છે તથા વિશ્વમાં અનેક જગ્યાએ સરકાર સામે ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે,ભારતવર્ષ માટે આગામી દોઢ વર્ષ બધા ક્ષેત્ર માં મહત્વનું સાબિત થશે ખાસ કરી ને જીવનમૂલ્યો બદલાતા જોવા મળશે. લોકોની જીવનપદ્ધતિ માં પણ ખાસ્સા ફેરફાર જોવા મળશે તથા આગામી સમય માં આજીવિકા મહત્વનો મુદ્દો સાબિત થશે જેના માટે લોકોમાં ઉગ્ર રોષ પણ જોવા મળશે. શનિ મહારાજનું મકર અને કુંભનું ભ્રમણ સામાજિક દ્રષ્ટિકોણ માટે પણ મહત્વનું રહેશે.