આજનું રાશિફળ

મેષ (અ,લ,ઈ) : જમીન મકાન વિગેરે સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) : આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.
કર્ક (ડ,હ) : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) : દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા રહે,સાંજ ખુશનુમા વીતે.
કન્યા (પ ,ઠ ,ણ) : આવક કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.
તુલા (ર,ત) તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
ધન (ધ,ભ,ફ,ઢ ): સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,મતભેદ દૂર કરી શકો.
મકર (ખ,જ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
કુંભ (ગ ,સ,શ) :હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મીન (દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત થાય.

રાજનીતિની બાબતોમાં અગાઉ લખ્યા મુજબ દિગ્ગજ નેતા શ્રી રામવિલાસ પાસવાન આપણી વચ્ચે રહ્યા નથી,તેમની સાથે રાજનીતિના એક યુગ નો અંત થયો છે તો બીજી તરફ લાલુ પ્રસાદ યાદવના બહાર આવવાની તક ઉજ્જવળ થતી જાય છે તે પણ ભારતીય રાજકારણમાં મહત્વનું પાસું બની શકે છે અને મોટા રાજકીય પરિવર્તન વિષે હું અગાઉ લખી ચુક્યો છું. રાહુ મહારાજ પૃથ્વી તત્વની રાશિ અને કાળપુરુષના ધનસ્થાનમાંથી પસાર થઇ રહ્યા છે જે એક અલગ જ પ્રકારની આર્થિક વ્યવસ્થા તરફ આપણને લઇ જઈ રહી છે. જેના લીધે સમાજમાં લોકો માં આર્થિક અસંતુલન વધતું જોવા મળશે. ધનવાન વ્યક્તિ વધુ ધનવાન થતો અને ગરીબ વ્યક્તિ વધુ ગરીબી તરફ ધકેલાતો જોવા મળશે. આગામી ગુરુ શનિની યુતિ પણ એ તરફ જ ઈશારો કરી રહી છે જે યુગ નો પ્રારંભ રાહુ આપણા માટે કરી રહ્યા છે. આગામી સમયમાં દરેક દેશે પોતાની અર્થવ્યવસ્થા માટે આગોતરું આયોજન કરવું જરૂરી બનશે તેવા સંકેત ગ્રહો આપી રહ્યા છે.